રોટરેકટ કલબ દ્વારા ગાંધી જયંતિનિ ઉજવણી કરાઈ

404

રોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ અને ભાવનગર મ્યુનશિપલ કોર્પોરેશન સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હમસે અને સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેરને પ્રતિબંધીત પ્લાસ્ટીક મુકત બનાવવા માટે  જનજાગૃતિના ભાગરૂપે શ્રમહાન કાર્યક્રમનું આયોજન રૂપચ ચકો, ઘોઘાગેઈટ ચોક ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં મેયર મનભા મોરી, કમિશ્નર એમ.એ.ગાંધી, ચીફ એન્જિનિયર સોલિ વેસ્ટ મેન્જમેન્ટ રાજેન્દ્રસિંહ શુકલા, એકસ ડેપ્યુટી મેયર ડી. ડી.ગોહેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ભાવનગર એનસીસી કેડેટ, સ્કાઉટ ગાઈડ, અન્ય એનજીઓ તથા અધિકારીઓ અને નાગરિકો સહિત ૮૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સૌ પ્રથમ બીએમસી અધિકારી દ્વારા લોકોને પ્લાસ્ટિક ન વારવા અને સ્વચ્છતા જાણવવા માટેના શપથ લેવડાવામાં આવ્યા હતાં. ત્યાર બાદ મેઈન બજાર, ઘોઘાગેઈટ, પાનવાડી કાળનાળા જેવા અલગ-અલગ વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક એકઠો કરી સ્વચ્છતા કરવામાં આવી હતી.

 

Previous articleગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્રારા રાણપુરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
Next articleદામનગરમાં સુપોષણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા