લોકભારતી સોણોસરા દ્વારા ઠાંડા ગામે ગાધી ગ્રામ પદયાત્રાનું આયોજન કરાયું

451

લોકભારતી સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાનાં ઠોંડા ગામે ગાંધી ગ્રામ પદયાત્રાનું લોકભારતીનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં કાર્યકર વિનિતભાઇ સવાણી તથા રાજુભાઇ નૈયાનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકભારતીનાં વિવિધ વિદ્યાશાખાનાં આશરે ૧૧ જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર ભાગ લીધો, જેઓ દ્વારા ગામમાં ગ્રામ સફાઇ, ગામની  પ્રાથમિક  શાળાનાં વિદ્યાર્થીઓ સાથે રમત-ગમત, અવનવી પધ્ધતિઓ દ્વારા શિક્ષણ, વિધાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે ગરબા વગેરેનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ગામનાં જ અને જીઈજી્‌.સંસ્થા ઢસાના બી.સી.આઈ. પ્રોજેક્ટના કાર્યકર નિલેશભાઇ ઢીલા તથા બી.સી.આઈ.પ્રોજેક્ટના  પ્રતાપભાઇ ડાંગરે પણ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર સાથે રહી સહકાર પૂરો પાડ્યો તથા ગામનાં ખેડૂતોને વિનિતભાઇ સવાણી સાથે મુલાકાત કરાવી જૈવિક ખેતી દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી આવક વધારવા અંગે પણ માર્ગદર્શન પુરૂં પડાયુ. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં પ્રાથમિક શાળાનાં આચાર્યા  કોકિલાબેન રેવર તથા સ્ટાફનો સહયોગ પણ નોંધપાત્ર રહ્યો.

Previous articleકડીઝ સ્કુલ ખાતે નાની બાળાઓ દ્વારા નવદુર્ગા વિવિધ સ્વરૂપો
Next articleભાવનગરના ઠાંસાના ૨ ધોરણ પાસ ખેડૂત ભીખાભાઈ કાનાણીની અનેરી સિદ્ધિ