ટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક આપવા બદલ કોહલી-શાસ્ત્રીનો આભાર : રોહિત શર્મા

666

ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો છે. તેણે મંગળવારે કહ્યું કે, હું આ બંનેનો આભાર માનું છું કારણકે તેમને મારી પ્રતિભા પર ભરોસો હતો. રોહિતે દ. આફ્રિકા વિરુદ્ધ ૪ ઇનિંગ્સમાં ૧૩૨.૨૫ની એવરેજથી ૫૨૯ રન કર્યા હતા. તેણે ૩ સદી મારી જેમાં તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. રોહિત મેન ઓફ ધ સીરિઝ તરીકે પસંદ થયો હતો. રોહિતે વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ૧૭૬ અને ૧૨૭ રનની ઇનિંગ્સ રમી હતી. બીજી ટેસ્ટમાં પુણે ખાતે તે ૧૪ રને આઉટ થયો હતો.

રોહિતે કહ્યું કે, ફોર્મેટ કોઇ પણ હોય ઓપનર તરીકે વધારે અનુશાસનની જરૂર છે. ૨૦૧૩માં મેં વનડેમાં ઓપનિંગ શરૂ કરી હતી. તે વખતે જ મેં અનુશાસનનો મંત્ર અપનાવી લીધો હતો. મારી સફળતામાં તેનો બહુ મોટો હાથ છે.

રોહિતે કહ્યું કે, હું શરૂઆતમાં એક કલાક ક્રિઝ પર ઉભો રહ્યું છું તો તે પછી પોતાની ભૂલથી જ આઉટ થાઉં છું. નવા બોલનો સામનો કરવો સરળ નથી. એકવાર તમે સેટ થઇ જાવ તો પછી પોતાની રીતે રમી શકો છો. હું પોતાને એજ કહું છું કે નવા બોલનો સામનો સંયમથી કરવો જોઈએ. તેથી મને અને ટીમ બંનેને ફાયદો થશે.

 

 

Previous articleમારવલ ફિલ્મને લઇને ટિકા ટિપ્પણી અયોગ્ય : પોર્ટમેન
Next articleઆફ્રિકા વિરૂદ્ધ વિરાટ કોહલી સૌથી સફળ કેપ્ટન બની ગયો