લાઠીદડ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બોટાદ એલસીબી  ટીમ

820

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાાઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ટી.એસ.રીઝવી તથાહેડ.કોન્સ. બી.સી.ગોહીલ તથા હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા પો.કોન્સ. અશોકભાઇ રામજીભાઇ બાવળીયા તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા આ.હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી નાઓ દીવાળી ના તહેવારો સબબ નાઇટ પેટ્રોલીંગ માં હતા દરમ્યાન એલ.સી.બી. ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે અરવિંદભાઇ ઉર્ફે પીન્ટુ દલસુખભાઇ ડણીયા રહે. લાઠીદડ,તળાવની પાળ પાસે વાળાના ઘરે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ઓફીસર ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૨૭ ની કિ.રૂ.૬૮,૧૦૦/- ની મળી આવતા આરોપી અરવિંદભાઇ ઉર્ફે પીન્ટુ દલસુખભાઇ ડણીયા રહે. લાઠીદડ,તળાવની પાળ પાસે વાળા ને વિદેશી દારૂના જથ્થો તથા મોબાઇલ નંગ – ૦૧ મળી કુલ રૂ. ૬૮,૬૦૦/- ના મુદૃામાલ સાથે પકડી પાડી બોટાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઇ ઉર્ફે પીન્ટુ દલસુખભાઇ ડણીયા રહે. લાઠીદડ વાળા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ બોટાદ એલ.સી.બી. ચલાવી રહેલ છે.

Previous articleઢસા પીએસઆઇ રાવલે ટિમ સાથે મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું
Next articleતળાજાના બોરડા ગામે રંગોળી  બનાવીને દિવાળી મહોત્સવ ઉજવાયો