સર ટી. હોસ્પિટલમાંથી ચોરી કરેલ બાઈક સાથે બે ઝડપાયા

1252
bvn2132018-11.jpg

શહેરની સર ટી. હોસ્પિટલ ટીબી વોર્ડ પાસે પાર્ક કરેલ બાઈકની અન્ય મિત્રો સાથે ચોરી કરનાર બે શખ્સને એલસીબી ટીમે નિર્મળનગર પાસેથી ઝડપી લીધા હતા. ભાવનગર, એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ બહુમાળી ભવનની સામે,નિર્મળનગર,માધવરત્ન કોમ્પ્લેકસ તરફ જવાનાં રસ્તાનાં નાકા પાસે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરાને હકિકત મળેલ કે, બે ઇસમો આશરે ૧૯ થી ૨૨ વર્ષના હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો રજી.નંબર વગરનાં મો.સા. લઇને માધવરત્ન કોમ્પ્લેકસની સામે, ચાવડી ગેટ તરફ જતાં રોડે ઉભા રહી મો.સા. વેચવાનું છે.તેમ કહી રસ્તે જતાં આવતાં માણસોને બતાવે છે. જે બંને શંકાસ્પદ હોવાની માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં મયુર ઉર્ફે ભાણો ચીથરભાઇ સીબાભાઇ ડાભી ઉ.વ.૧૯ રહે.શેરી નં.૧,ડો.ઉમાકાંતનાં દવાખાના પાછળ,વર્ષા સોસાયટી, સુભાષનગર, ભાવનગર તથા મુકેશ ઉર્ફે ભોપો કિશોરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. મફતનગર, જગન્નાથ મંદિરની સામેનાં ખાંચામાં, સુભાષનગર નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્રો મો.સા. સાથે મળી આવેલ.તે મો.સા. અંગે તેઓ બંને પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. તેઓ બંનેએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા.ની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. બંને ઇસમની વારાફરતી પુછપરછ કરતાં ગઇ તા.૧૪/૦૩/૨૦૧૮નાં રોજ તેઓ બંને મયુર ઉર્ફે ભાણાનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં.જીજે ૪ સીકે ૭૬૩૭માં તથા બીજા મિત્ર રાહુલ રાજેશભાઇ ચૌહાણ તથા અજય રમેશભાઇ રાઠોડ બંને રાહુલનાં ડિસ્કવર મો.સા. રજી.નં.જીજે૪ સીએલ ૧૧૬૩માં રાત્રીનાં સાડા બારેક વાગ્યાની બાજુ ભાવનગર સર ટી હોસ્પીટલનાં ટી.બી. વોર્ડ પાસેથી હિરો સ્પ્લેન્ડર પ્રો મો.સા. રજી.નં.જીજે ૪ બીક્યુ ૫૫૫૮નું ચોરી કરેલ.તે મો.સા. સાથે તેઓ બંને પકડાય ગયેલ.

Previous articleધારડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પા સાથે બે ઝડપાયા
Next articleપગપાળા જતા કિશોરને ટેમ્પા ચાલકે અડફેટે લેતા મોત થયું