જાફરાબાદના ૬ ગામડાઓમાં વિશ્વ વન દિવસની ઉજવણી

840
guj2232018-4.jpg

જાફરાબાદના ૬ ગામોમાં વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ભટવદર, કાગવદર, કોળી કંથારીયા, ખાલસા કંથારીયા અને સરોવડાની પ્રાથમિક શાળામાં વન વિભાગ ફોરેસ્ટર રાઠોડ, દિલુભાઈ વરૂ, અશોક જોળીયાએ વન વિભાગની સંપૂર્ણ જાણકારી આપી બાળકોને પ્રોત્સાહિત કરાયા તેમજ શાળાના આચાર્ય રાકેશભાઈ દવે, વલ્લભભાઈ મકવાણા, ઠાકર રેખાબેન તેમજ કાગવદરના આચાર્ય શ્વેતાબહેન, સરોવડા આચાર્ય ગોહિલ, ખાલસા કંથારીયાના મયુર તથા ડોડીયા તથા બાલાનીવાવ ગામે પણ વન દિવસની ઉજવણી શાળાના તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ. જે વિદ્યાર્થીઓને વન વિભાગ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાગવદરના વિજય તેમજ આચાર્ય શ્વેતાબહેન દ્વારા જણાવ્યું કે, શાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ વિશે તેમજ ખાસ રાષ્ટ્રનું ગૌરવ સિંહો વિશે બાળકોને ખુબ સારી જાણકારી આપવામાં આવી હતી.

Previous articleપીવાના પાણી બાબતે રાજ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે : રૂપાણી
Next articleજાફરાબાદમાં પ્રિન્સીપલ સિવિલ કોર્ટનું ઉદ્દ્‌ઘાટન