હનુમાન જયંતિના રોજ તલગાજરડા ખાતે દસ મહાનુભાવોનું એવોર્ડથી સન્માન કરાશે

1633
bvn2532018-5.jpg

મહુવાના તલગાજરડા ગામ ખાતે આવેલા ‘ચિત્રકુટધામ’ ખાતે હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા સમક્ષ હનુમાનજી મહારાજની પૂજા આરતી સુંદરકાંડના પાઠ થશે. ત્યારબાદ વિવધ એવોર્ડથી અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોની વંદના થશે. પુ.મોરારિબાપુ દ્વારા આ વર્ષનો કૈલાસ લલિતકલા એવોર્ડ શિલ્પકલા ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્માં હિમત શાહને તથા અવિનાશ વ્યાસ એવોર્ડ સુગમસંગીત તથા સંગીત કાવ્ય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં નયનેશ જાનીને અર્પણ થશે. અભિનય ક્ષેત્રે આ જીવન સેવાના ઉપલક્ષ્યમાં ગુજરાતી લોક નાટ્ય (ભવાઈ)માટે લીલાબહેન (લીલી)પટેલને, ગુજરાતી રંગભૂમિના (નાટક)માટે દિપક ઘીવાલાને, ભારતીય ટેલીવિઝન શ્રેણી (હિન્દી માટે અરવિંદ ત્રિવેદીને તથા ભારતિય હિન્દી ફિલ્મ માટે કામિની કૌશલને નટરાજ એવોર્ડ એનાયત થશે. જ્યારે ભારતીય શાસ્ત્રી સંગીતની આજીવન સેવા માટે અપાતો હનુમંત એવોર્ડ ચાલુ સાલે પં.રામકુમાર મિશ્રને શાસ્ત્રીય તાલવાદ્ય સંગીત તબલા માટે, શ્રીમતી એન. રાજનને શાસ્ત્રીય વાદ્ય સંગિત વાયોલીન માટે, કુમુદિની લાખિયાને શાસ્ત્રીય નૃત્ય કથક તેમજ શાસ્ત્રીય કંઠયસંગીત માટે પ.છન્નુલાલ મિશ્રને પૂ.બાપુ દ્વારા અર્પણ થશે. 
હનુમાન જયંતિના આ પાવન અવસરે પૂ.મોરારિબાપુની પ્રાસંગિક અભિવ્યક્તિ થશે.

Previous articleમહુવા કૈલાસ ગુરૂકુળમાં અસ્મિતા પર્વ ઉજવાશે
Next articleજય ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ