સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લી. દ્વારા એક્સલ એક્સપ્રેશનનો શિશુવિહાર ના પટાંગણમાં પ્રારંભ

698

સુમિટોમો કેમિકલ ઇન્ડીયા લિ. દ્રારા શિશુવિહાર ખાતે આજથી એક્સેલ એક્સપ્રેશન-૨૦૧૯ નો ઉત્સાહભેર પ્રારંભ કરાયો હતો જેમાં ભાવનગરની વિવીધ શાળા કોલેજના વિધાર્થી ભાઇ બહેનોએ અલગ અલગ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.


બે દિવસીય એક્સેલ એક્સપ્રેશન-૨૦૧૯ ના પ્રારંભે શિશુવિહાર ખાતે આજે માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગના બાળકો માટે સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમિયાન સુગમગીત સ્પર્ધા યોજાઇ હતી. જેના સંયોજકો તરીકે સમીરભાઇ વ્યાસ અને કેયુર ભટ્ટે સેવા આપેલ. આ ઉપરાંત લોક નૃત્ય અને શીઘ્ર વકૃતત્વ સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં સંયોજક તરીકે વનરાજસિંહ ચાવડા, ચેતનભાઇ પરમાર, નિરજભાઇ વ્યાસ, લાલજીભાઇ પરમારએ સેવા આપી હતી. જ્યારે સમાચાર વાંચન સ્પર્ધા, તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં ડો. જતીનભાઇ સરવૈયા, જીતેન્દ્રભાઇ વિરડીયા તેમજ તેજસભાઇ પંડ્યા, મિતેશભાઇ ગલચટે સેવા આપેલ. લોકગીત સ્પર્ધામાં કિશોરભાઇ મકોડીયા અને મહેશભાઇ ભટ્ટે સેવા આપેલ. આવતીકાલે પણ વિવીધ સ્પર્ધાઓ યોજાશે.

જેમાં માધ્યમીક વિભાગ માટે ચિત્ર સ્પર્ધા, સમૂહગીત સ્પર્ધા, સામાન્યજ્ઞાન, પ્રશ્નોતરી સ્પર્ધા યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન હરવિંદરસિંહ સૈની, વા. ચેરમેન નરેશભાઇ ભટ્ટ, કો. ઓર્ડીનેટર પરેશભાઇ પાઠક તેમજ વનરાજસિંહ ચાવડા અને ચેતનભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleસીએ સ્ટુડન્ટ એસોસિયેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
Next articleસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો