HCG હોસ્પિટલ ભાવનગર ખાતે કેન્સરની સારવાર માટે અત્યાધુનિક ટેક્નોલોજીવાળું એલેક્ટા સીનર્જી મશીન સમગ્ર જીલ્લા માટે આશીર્વાદરૂપ

1339

એચ.સી.જી.સમગ્ર દેશમાં તથા વિદેશમાં ૨૬ થી વધુ હોસ્પિટલ સાથે કાર્યરત છે. જેમાં મુખ્યત્વે કેન્સર કેર તથા સુપર સ્પેશ્યલિટી ટર્શરી કેર સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ભાવનગર શહેરના હાર્દસમા મેઘાણી સર્કલ વિસ્તારમાં છેલ્લા ૪ થી પણ વધુ વર્ષોથી કાર્યરત એચ.સી.જી.હોસ્પિટલ દ્વારા શહેર તથા આસપાસના દર્દીઓ માટે હૃદયરોગની સારવાર, કેન્સર સર્જરી તથા રેડીએશન(શેક)ની સારવાર,મગજ તથા ચેતાતંતની સારવાર,કિડનીના રોગોની સારવાર,હાડકાં તથા સાંધાના રોગોની સારવાર. ઇમરજન્સી તથા રોડ એકસીડન્ટની સારવાર, ક્રિટીકલ કેર સારવાર વગેરે અનુભવી અને નિષ્ણાત તબીબી ટીમ તથા અત્યાધુનિક ઉપકરણોની દેખરેખ હેઠળ ઉપલબ્ધ છે.
સમગ્ર જીલ્લામાં એકમાત્ર એચ.સી.જી.હોસ્પિટલ ખાતે કેંસરની સારવાર માટે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લક્ષને ધ્યાનમાં રાખીને એચ.સી.જી.હોસ્પિટલ,ભાવનગરમાં એલેક્ટા સીનર્જી મશીન સાથે રેડીએશન યુનીટ કાર્યરત છે,જે કેન્સરના દર્દીઓ માટે એક આશાનું કિરણ છે.

એલેકટા સીનર્જી મશીન દ્વારા વિવિધ પ્રકારના કેંસરની ગાઠ માટે વધુ સરળ રીતે,વધુ જડપી અને છતાં ઘણી વધુ અસરકારક રીતે રેડીએશન સારવાર આપી શકે છે. આ સિસ્ટમથી પેટ,લીવર,ફેફસા,છાતી,માથા તથા ગાળાના સંવેદનશીલ ભાગોમાં પણ અત્યંત ચોકસાઇપૂર્વક રેડીએશન આપી શકાય છે.

એચ.સી.જી.હોસ્પિટલ, ભાવનગર ખાતે એલેક્ટા સીનજી મશીનથી આસપાસના ૧૫૦ કિલોમીટર થી પણ વધુ વિસ્તારના નાના મોટા ગામના દર્દીઓને પરવડે તેવા દરે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થઈ છે. હવે દર્દીઓને કેંસરની સચોટ સારવાર માટે અમદાવાદ,વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરો સુધી જવાની જરૂર નથી, કારણ કે આ તમામ સારવાર ઘર આંગણે જ ઉપલબ્ધ છે.

વળી એચ.સી.જી.હોસ્પિટલ, ભાવનગર ખાતે ૮ થી પણ વધુ વર્ષોનો અનુભવ ધરાવતા ડોક્ટર પુષ્પેન્દ્ર હિરપરા (રેડીએશન ઓકોલોજિસ્ટ) તથા તેમની અનુભવી અને નિષ્ણાત ટીમ કાર્યરત છે.

આ ઉપરાંત માં યોજના તથા આયુષ્માન ભારત યોજના ના લાભાર્થીઓ માટે એચ.સી.જી.હોસ્પિટલ, ભાવનગર ખાતે કેંસરની સંપૂર્ણ સારવાર (રેડીએશન,સર્જરી) વિનામુલ્ય ઉપલબ્ધ છે તથા બહારગામથી સારવાર માટે આવતા રેડીએશનના દર્દીઓ માટે સારવાર દરમિયાન દર્દી તથા સગાને રહેવાની સુવિધા મફત પૂરી પાડવામાં આવે છે.
આમ,એચ.સી.જી.હોસ્પિટલ ભાવનગર અને આજુબાજુના વિસ્તારના લોકો માટે સંપૂર્ણ મેડિકલ જરૂરિયાતો પૂરી પાડી રહી છે.

Previous articleયુથ કૉંગ્રેસ દ્વારા ભાવનગર જિલ્લામાં કોઈપણ શાળા મર્જ ન કરવા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું
Next articleસફળતાનો પર્યાય – દુઃખનું રહસ્ય – – સાધુ વેદપ્રકાશદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૩૮)