જાફરાબાદમાં રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

827
guj2632018-8.jpg

જાફરાબાદ શહેરમાં દર વર્ષની માફક પ્રમાણે આ વર્ષે પણ ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે શ્રી રામનવમી ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદ શહેરની મુખ્યબજારો તેમજ મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પસાર થઈ અને અખંડ રામધૂન મંદિરે વિશ્રામ લીધા બાદ ફરીથી શોભાયાત્રા શરૂ થઈ હતી અને આ શોભાયાત્રામાં જાફરાબાદ શહેરની જાહેર જનતા તમામ ધાર્મિક ગ્રુપો તેમજ ધાર્મિક મંડળો તેમજ મહિલા મંડળીઓએ ભરપુર સહયોગ આપીને શ્રી રામનાથ અમૃતનું રસપાન કર્યુ હતું તેમજ બધા જ રામભક્તોએ આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં હાજરી આપી અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારબાદ ફરી પાછા શ્રી રામજી મંદિરે પહોંચી શોભાયાત્રાએ વિરામ લીધો હતો. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ વતી રમેશભાઈ બારૈયા, મહેશભાઈ રાઠોડ, નીતિન બારૈયા, નરેશભાઈ ગોરડીયા તેમજ પુરોહિતદાદાની આગેવાની હાજરી હતી તેમજ બજરંગદળ વતી હાર્દિક ઝીંઝુવાડીયા, મુકેશ શિયાળ, રોહિત બારૈયા, સુનિલ બારૈયા, લખન બારૈયા, કિશન ચાંડેગરા વગેરે હતા.

Previous articleરાજુલા સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ યોજાયો
Next articleબીબીઍ કૉલેજ દ્વારા બજાજ ફિન સર્વિસ પ્રા. લી.માં “ઇન્ટર્નશીપ પ્લેસમેંટ”