ઘરફોડ ચોરીના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી નાશી ગયેલ આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી.

608

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાડ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૮૮/૨૦૧૭ તથા ૮૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૪૮, ૪૫૭, ૩૮૦ ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાર વર્ષની સજા ભોગવતો પાકા કામના કેદી નંબર ૪૫૭૨૧ જગદીશ ઉર્ફે જગો રવજીભાઇ ભાલીયા રહેવાસી મુળ તરસમીયારોડ, બાપા સીતારામ સોસાયટી પ્લોટ નં. ૧૦૪ ભાવનગર હાલ કરચલીયા પરા, પુરીના છેલ્લા ચોકમાં ભાવનગર વાળાને આજરોજ ભાવનગર ઘોઘા ચોક પાસેથી ઝડપી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
મજકુર કેદી સને ૨૦૧૯માં બોટાદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૮૮/૨૦૧૭ તથા ૮૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૪૮, ૪૫૭, ૩૮૦ ના મુજબના ગુન્હામાં પકડાયેલ અને બોટાદ કોર્ટમાં કેસ ચાલી જતા મજકુર આરોપીને ચાર વર્ષની કેદની સજા પડેલ જે સજા મજકુર આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીની ફર્લો રજા મંજુર થયેલ અને ફર્લો રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફર્લો રજા જંપ કરી તા. ૧૩/૦૭/૨૦૧૯ ના રોજ નાશી ગયેલ હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે બે દિવસ પૂર્વે એસ.ઓ.જી. પોલીસે બળાત્કારના ગુન્હામાં રાજકોટ જેલમાંથી પેરોલ જંપ આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર થી ઝડપી પાડી રાજકોટ જેલમાં પરત મોકલી આપેલ હતો
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ, યુસુફખાન પઠાણ, યોગીનભાઇ ધાંધલ્યા, વિજયસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પો.કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણી દ્વારા પતંગ અને બિસ્કીટ વિતરણ કરાયું
Next articleઅંધ ઉદ્યોગ શાળાના સંચાલક લાભુભાઈ સોનાણી લિખિત અનુભવની ઘટમાળ પુસ્તકનું વિમોચન