ઘોઘાગેઇટ ખાતે વેપારીઓ દ્વારા ઓનલાઈન મોબાઈલ વેચાણના વિરોધ માં સૂત્રોચ્ચાર

580

દેશભરમાં મોબાઇલનું વેચાણ કરતા નાના-મોટા વેપારી દ્વારા આજે દિલ્હી ખાતે ઓનલાઇન મોબાઇલ વેચાણ ના વિરોધમાં પ્રદર્શન કરી તેનું નિવારણ લાવવા માંગણી કરાઇ હતી જેના ભાગરૂપે ભાવનગરમાં પણ રિટેઇલ મોબાઇલ એસોસીએશન દ્વારા સૂત્રોચ્ચારો સાથે ઓનલાઇન મોબાઇલ વેચાણનો વિરોધ કરી ધંધા-રોજગારી બંધ રાખી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
દેશભરમાં મોબાઇલનું રિટેઇલ વેચાણ કરતા વેપારીઓને છેલ્લા કેટલાય સમયથી ઓનલાઇન મોબાઇલનું વેચાણ થવાના કારણે ભારે
આભાર – નિહારીકા રવિયા મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઇન મોબાઇલ વેચતી કંપનીઓ દ્વારા રિટેઇલ કરતાં ઓછી કિંમતે મોબાઇલ વેચતા હોવાના કારણે મોબાઇલના શો-રૂમ ધરાવતા રિટેઇલરોને ત્યાં ઘરાકી ઓછી થવા પામી છે. ઉપરાંત ઓનલાઇન મોબાઇલ વેચનારી કંપનીઓ ટેક્સ ચોરી પણ કરતી હોવાનું જણાવ્યું હતું. આજે દેશભરનાં રિટેઇલ મોબાઇલ વેચતા વેપારીઓ દ્વારા દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગરમાં મોબાઇલ એસોસીએશન દ્વારા ઘોઘાગેઇટ ખાતે એકઠા થઇ સૂત્રોચ્ચાર કરાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે ઓનલાઇન મોબાઇલ વેચાણના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રિટેઇલ મોબાઇલ વિક્રેતાઓએ આજે પોતાના ધંધા-રોજગાર પણ બંધ રાખ્યા હતા. આ કાર્યક્રમમાં એસોસીએશનના પ્રમુખ સતીષ ત્રિવેદી, ઉપપ્રમુખ એમ.એલ.ગોહિલ સહિત આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં જાડાયા હતા.

Previous articleઅલંગ તાબેના સથરા ગામ માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૯૬ કુલ રૂ. ૨૮,૮૦૦/- સાથે એક ઇસમને ઝડપી લેતી એલસીબી
Next articleભાવનગરના ઘોઘાગેઇટ ખાતે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સંયુક્ત રેલી કાઢી-માનવ સાંકળ રચી હજ્જારો કર્મચારીઓ એક દિવસીય રાષ્ટ્વ્યાપી હડતાલ