નાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેર ભાજપા દ્વારા પ્રભાતફેરી

658

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોમાં કાયદા અંગે સાચી સમજ ઉભી થાય અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને વોર્ડ સહ પત્રિકા વિતરણ રાઉન્ડ, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રાઓ, જાહેર સભાઓ, સ્કૂટર રેલી, સાઇકલ રેલી, કેન્ડલ માર્ચ બાદ આવતીકાલે ૧૨ને રવિવાર ના રોજ સવારે ૬/૦૦ કલાકે પાનવાડી ચોક ખાતેથી પ્રભાતફેરી યોજવામાં આવી હતી જે વડવા ના વિવિધ વિસ્તારમાં ફરી જશોનાથ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.


આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે નાગરિકતા કાનૂન બહુમતી સાથે પસાર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાયદા અંગે દેશના નાગરિકોને સાચી સમજણ આવે અને લોકોમાં જનજાગૃતિ ઉભી થાય તેને માટે સમગ્ર દેશમાં અનેક સ્તરે જનજાગૃતિ અભિયાન હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ છે જેમાં સમગ્ર દેશની સાથે સાથે ભાવનગર મહાનગરમાં પણ ગત ૨૯મી થી આજે ૧૨ જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા. ભાવનગર મહાનગરમાં જન સમર્થન રેલી, બૌદ્ધિક સંમેલન, અને ઘરે ઘરે પત્રિકા, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રા, જાહેર સભાઓ, બાઈક રેલી, સાઇકલ રેલી, કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ ૧૨મી જાન્યુઆરીને રવિવારે સવારે ૬/૦૦ કલાકે પ્રભાત ફેરી શહેરના પાનવાડી ચોક ખાતે થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

જે રાજાશાહી વખતનું મૂળ ગામ એવા વડવા વિસ્તારના વિવિધ ભાગમાં ફરી વાજતે ગાજતે જાંજ, પખાલ સાથે હરિભજન-કીર્તન, કરતા કરતા જશોનાથ ચોક ખાતે સમાપન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના હાથ મજબૂત કરવા અને ભારતમાતાની રક્ષા કાજે આવા મજબૂત નિર્ણયો લેવા માટે વધુને વધુ શક્તિ પ્રદાન કરવા પ્રાર્થના કરવામાં આવશે જ્યારે મતબેન્કની રાજનીતિ માટે દેશમાં તોફાનો કરાવનાર કોંગ્રેસને સદબુદ્ધિ આપવા માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રભાતફેરીને સફળ બનાવવા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ,રાજુભાઇ બાંભણીયા ઉપરાંત કાર્યક્રમના સહ ઇન્ચાર્જ શહેર ઉપાધ્યક્ષ મનાલાલ સોલંકી અને પૂર્વ મહામંત્રી અને સ્ટે.ચેરમેન અભયભાઈ ચૌહાણના નેતૃત્વમાં સમગ્ર શહેર સંગઠનની ટીમે જહેમત ઉઠાવી રહી છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચાના પદાધિકારીઓ, વિવિધ વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ સહિતના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, નગરજનોને જોડાવા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ અનુરોધ કરેલ છે.

Previous articleદિવ્યાંગ બાળકોએ ભારતના ભવિષ્યના સંદેશા સાથે પતંગોત્સવની ઉજવણી કરી
Next article31માં માર્ગસલામતી સપ્તાહ અંતર્ગત ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધા યોજાઈ