વીર માંધાતાની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

763

કોલી સમાજના ઇસ્ટદેવ સમ્રાટ વીર માંધાતાની જન્મ જ્યંતી નિમિતે વીર માંધાતા કોલી સંગઠન દ્વારા 19/1 ને રવિવારના રોજ વીર માંધાતાના શણગારેલા રથ સાથે કલાત્મક ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નું પ્રસ્થાન ફુલસરથી કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા ફુલસર ગામ બારૈયાના મઢ થી સવારે 8 કલાકે પ્રસ્થાન કરવામાં આવી હતી અને ભાવનગર ના મુખ્ય માર્ગો જેવા કે ચિત્રા, દેસાઈનગર, વડલા, શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી, ચાવડીગેઇટ, પાનવાડી ચોક, જશોનાથ સર્કલ, ઘોઘાગેઇટ, ખારગેઇટ, વૈશાલી સિનેમા, વાલકેટગેઇટ, ટેકરીચોક, પ્રભુદાસ તળાવ, નવાબંદર રોડ, દીપકચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શિવાજી સર્કલ, લીબડીયું, ઘોઘા સર્કલ, રબ્બર ફેકટરી, નવી ગુરૂદ્વારા સામે જવાહર મેદાન ખાતે સમાપન થઈ હતી.
શોભાયાત્રા માં વ્યસનો, શિક્ષણ, અંધશ્રધ્ધા, કરીવાજો, બેટી બચાવો, પર્યાવરણ, સ્વચ્છતા, કુપોષણ તેમજ પછાત સમાજમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓની વિગેરે સામાજીક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુ સાથેના આકર્ષક ફ્લોટ્સ તથા બેનરો સાથે યુવાનો જોડાયા હતાં. શોભાયાત્રાને સફળ બનાવવા વીર સમ્રાટ માંધાતા કોલી સંગઠનના કાર્યકર્તાઓ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleજાગૃતિ વેવિશાળ કેન્દ્ર દ્વારા સમસ્ત કોળી સમાજ જીવનસાથી પસંદગી મેળો યોજાયો
Next articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે સુરેન્દ્રનગર ખાતે વિહારધામ નું લોકાર્પણ તથા તીર્થંકર જિનાલય નું ભૂમિપૂજન કરાયું