ઓમકાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રંઘોળાના આચાર્યાશ્રીની કોમ્પ્યુટર વિજ્ઞાનમાં શૈક્ષણિક સિદ્ધિ

945

ઓમકાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્યાશ્રીની ડો.નિશાબેન શર્માએ તાજેતરમાં પેસેફીક યુનિવર્સિટી રાજસ્થાન (ઉદયપુર) ખાતે ડો.પારસ કોઠારી- માર્ગદર્શન, ડો.દિલેન્દ્ર, હિરેન સહાયક માર્ગદર્શન તેમજ ડીન ડો. હેમંત કોઠારીના માર્ગદર્શન તળે સેગ્મેનેટસન ઓફ રેટિનલ બ્લડ વેસલ યુઝીગ વેવલેટ ફિલ્ટર મેથડ વિષય પર પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરેલ છે તથા વાયવાની પરીક્ષા ડો.પી.વી. વિરપરિયા પરીક્ષક ( એસ.પી.યુનિવર્સિટી) અને ડૉ.એસ.કે શર્મા દ્વારા લેવામાં આવેલ. સાંપ્રત સમયમાં નારી શક્તિ તરીકેનું તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. જેના માટે ઓમકાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પરિવાર તેમને હાર્દિક અભિનંદન આપે છે. આપશ્રી ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleજેકી શ્રોફ અને ટાઇગર શ્રોફ પ્રથમ વાર સાથે જોવા મળશે
Next articleરબ્બર ફેકટરી પાસે આવેલ કિશન એર્પાટમેન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી