ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ અને નગરસેવીક દિવ્યાબેન વ્યાસની જન્મદિવસની ભાઈબંધની નિશાળમાં અનોખી ઉજવણી કરી

561

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ અને દક્ષિણ સરદારનગર વોર્ડના નગરસેવિકા દિવ્યાબેન વ્યાસનો જન્મદિવસ (૨૬મી જાન્યુઆરી) સમગ્ર રાષ્ટ્ર પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવે છે ત્યારે બાલ્યા અવસ્થા થી જ સરળ, સાલસ અને સહજ સ્વભાવના આ નગરસેવીકા સમર્પણ અને સાદગી વડે મહિલા મોરચાની બહેનો જ નહીં પરંતુ મહાનગરની બહેનોનું પ્રતિનિધિત્વ કરતા બહેનોમાં અનોખી લોકચાહના અને સ્થાન ઉભું કર્યું છે ત્યારે આજે દિવ્યાબેન વ્યાસે તેના જન્મદિવસની ઉજવણી ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તેમના સ્વભાવ અને સંસ્કાર મુજબ સાદગીભરી રીતે પિલગાર્ડન ખાતે રૂખડા દાદાના સાનિધ્યમાં ચાલતી “ભાઈબંધ ની નિશાળ” ખાતે ઉજવણી સપરિવાર સાથે કરી હતી તેમની સાથે શહેર ભા.જ.પા.ના પ્રવક્તા આશુતોષ વ્યાસ, મહિલા મોરચાના મહામંત્રીશ્રી બિન્દુબેન પરમાર, વડવા વોર્ડના નગરસેવીકા ભારતીબેન બારૈયા, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ભારતીબેન મકવાણા સહિત દિવ્યાબેન વ્યાસનો પરિવાર જોડાયો હતો.

“ભાઈબંધની નિશાળ” એક અનોખો પ્રયોગ અને એક અનોખો અનુભવ અને એક નવો વિચાર સાથે જન્મદિવસની ઉજવણી અદભુત રહી આજે જ્યારે ભાઈબંધની નિશાળે પહોંચ્યા ત્યારે જોયું કે એક એવા બાળકો જેનું સમાજમાં કોઈ જ નહીં, જેના ભવિષ્યમાં અંધકાર સિવાય કંઈ જ નહીં, ફુથપાટ કે ઝૂંપડપટ્ટીમાં રહેવું અને લોકો પાસે ભીખ કે એઠું ઝુઠું માંગી ખાવું આજ જિંદગી થી ટેવાયેલા બાળકોને મળ્યા ત્યારે અટલજીની કવિતા યાદ આવી કે “ચલો વહા દિયા જલાયે જહાં અભી અંધેરા હે” અને આવું જ સદકાર્ય ઈશ્વરીય કાર્ય કરતા જોયા મારા બાળપણના મિત્ર અને સંગઠનના સાથી એવા વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી ઓમભાઈ ત્રિવેદીને જેમણે આ બાળકોના જીવનમાં સંસ્કારો, શિસ્ત અને શિક્ષણના રંગ પૂર્યા છે એ નાના નાના ભુલકાનું જીવન બદલાવા ગુરુજીએ સ્વયં ત્યાગ, સમર્પણ અને સેવાની આહલેક જગાવી અને ૪૦થી વધુ છોકરાઓના જીવનમાં શિક્ષણનો સૂર્યોદય થયો. દિવસે શહેરમાં ભીખ માંગવી મજૂરી કરવી અને ઝૂંપડપટ્ટીમાં જીવન વિતાવનારા આ બાળકોના જીવનમાં કુદરતી વાતાવરણ વચ્ચે રૂખડા દાદાના આશીર્વાદ અને ધાર્મિક વાતાવરણમાં ઓમભાઈ એ બાળકો સાથે મુલાકાતની તક મળી એમના જીવનને સમજવાની એમના દુઃખ, પીડાને સમજવાની તક મળી બાળકો સાથે ભણવા બેઠા અને બાળપણ યાદ આવી ગયું, એમની ગરીબી જોઈ જીવનનો ભૂતકાળ યાદ આવી ગયો, એમની શિક્ષણ પદ્ધતિ જોઈ ઋષિન પરંપરા યાદ આવી ગઈ, એમની સેવાને વંદન કરવાનું મન થયું કે જ્યાં આવા બાળકોનું સમાજમાં કોઈ નથી એવા બાળકોને ધર્મપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સંસ્કારો અને શિક્ષણ ના સંસ્કારો આપ્યા છે તેની અદભુત અનુભૂતિ થઈ બાળકો જેણે ભૂતકાળમાં કદી સ્કૂલ કે બાલમંદિર જોયું નહોતું તે આજે કડકડાટ એકડા, ઘડિયા અને સંસ્કૃતના શ્લોકો બોલતા હતા. યોગ, રમત, ડાન્સ, સંગીત જેવા વિશેષ કલાસ સાથે બાળકો નો ગ્રાસપિંગ પાવર પણ ખૂબ ગઝબનો હતો. જેના જીવનમાં અંધારું જ અંધારું હતું તેવા બાળકો પૈકી કોઈ ડી.એસ.પી તો કોઈ કલેક્ટર બનાવાના સ્વપ્ન જોતા થયા, વંદે માતરમ ગાન અને સંસ્કૃતના શ્લોકો સાથે શાળાની શરૂવાત અને સમાપન થાય બાળકોના મોપાટના અવાજો હૃદયમાં એક આત્મ સંતોષનો ઓડકાર આપતી હતી. પશ્ચાત સંસ્કૃતિના આક્રમણ સામે બાળકોને વાંકા વળી મહેમાનોને ચરણસ્પર્શ કરતા જોઈ આંખમાં આસું આવી ગયા અંતમાં આ એક અનોખા વિચાર માટે ઓમભાઈ ને અભિનંદન સાથે વંદન.

એક યાદગાર જન્મદિવસની ઉજવણીની તક મળી અને તેમાં મારા પરિવાર અને મારી મહિલા મોરચાની બહેનોનો સહકાર, પ્રેમ, હૂંફ અને લાગણી મળી જેને જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું અને યાદગાર જન્મ દિવસની ઉજવણી કરી હતી.

Previous articleઘોઘા તાલુકાના કંટાળા ગામેથી ઘઉંના પાક તથા શાકભાજીની આડમાં વાવેતર કરેલ ગાંજાનુ ખેતર ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી
Next articleભાજપ કાર્યાલયે શહેર પ્રમુખ સનતભાઇ મોદીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો