શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે તા.૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિનાં નારા સાથે કરવામાં આવી હતી.

609

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે તા.૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિનાં નારા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૯:૦૦ કલાકે શાળાના મેદાનમાં શ્રી પ્રદીપભાઈ દેસાઈ(મેનેજીંગ ડીરેક્ટર-ભાવનગર નાગરિક બેંક)નાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ શ્રી સંજયભાઈ દેસાઈ(ભાવનગર બ્લડ બેંક)એ અતિથિવિશેષ તરીકે હાજર રહી બાળકોને અદભુત વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા દેશભક્તિનાં ગીતો ભારે ઉત્સાહ સાથે ગાવામાં આવ્યા હતા અને સંગીત ખુરશી, સર્કલ બોલ જેવી અલગ-અલગ રમતો પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે યોજવામાં આવી હતી. આ રમતોમાં વિજેતા થનાર વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ કર્યક્રમમાં સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ રાષ્ટ્રભાવનાનું મહત્વ સમજાવ્યું હતું અને આગમી સમયમાં બાળકોએ રાષ્ટ્ર પ્રત્યે શું-શું કરવું જોઈએ તેની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ત્રિવેદી, શ્રી ભાવેશભાઈ ગાંધી, શ્રી ભાવેશભાઈ વાઘેલા અને પ્રિન્સિપાલ શ્રી ઘનશ્યામભાઇ બારૈયા ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleપ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ-સુરેન્દ્રનગર ખાતે સ્વ.વિનોદાબેન કે.શાહ અખિલ ગુજરાત અંધમહિલા બારમી વાનગી સ્પર્ધા યોજાઈ હતી.
Next articleસારા અલી ખાન સાતથી વધુ ફિલ્મોને અસ્વીકાર કરી ચુકી