વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ -૧૦ અને ધોરણ – ૧૨ (આર્ટ્સ/કૉમર્સ)નાં વિદ્યાર્થીઓને દવે દ્રષ્ટીબેન અને ભટ્ટ હેતલબેન દ્વારા મોટીવેશનલ સેમીનારનું આયોજન કરાયુ.

552

સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં તારીખ- ૨૪/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ વ્યાખ્યાન માળા મણકા–૪ અંતર્ગત ધોરણ–૧૦નાં વિદ્યાર્થીઓને H.S.C માર્ચ ૨૦૧૯ માં કેન્દ્ર પ્રથમ આવેલ ભટ્ટ હેતલબેન પરેશભાઈ દ્વારા અને તારીખ-૨૫/૦૧/૨૦૨૦ ને શનિવારનાં રોજ વ્યાખ્યાન માળા મણકા–૫ અંતર્ગત ધોરણ -૧૨(આર્ટ્સ/કૉમર્સ) નાં વિદ્યાર્થીઓને H.S.C માર્ચ ૨૦૧૯ માં કેન્દ્ર પ્રથમ આવેલ ભટ્ટ હેતલબેન પરેશભાઈ તેમજ H.S.C માર્ચ ૨૦૧૮ માં કેન્દ્ર પ્રથમ આવેલ દવે દ્રષ્ટીબેન દિનેશભાઈ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યુ હતું.

જેમા આ બન્ને વિદ્યાર્થીની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે સારામાં સારી ટકાવારી
મેળવવી, કઈ રીતે વાંચન કરવું, કઈ રીતે પરીક્ષા પહેલાનાં દિવસોનું ટાઈમ ટેબલ બનાવવું, કઈ રીતે પેપરો લખવા તે વિષય પર વક્તવ્ય આપેલ હતું. આ બન્ને વિદ્યાર્થીની બહેનો પોતે કેવી રીતે S.S.C/H.S.C માં ઉતિર્ણ થયા તે વિષય પર પોતાના અનુભવને આધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. શાળાનાં આચાર્યશ્રી દ્વારા દવે દ્રષ્ટ્રીબેન અને ભટ્ટ હેતલબેનને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
Next articleમહુવા તાલુકાની આંગણકા શાળાને વિદાય પ્રસંગે 21300/- રૂપિયાની બાળકો માટે ભેટ આપી હતી.