જનભાગીદારીથી હાથ ધરાયેલ પોષણ અભિયાનને બહોળો જન પ્રતિસાદ

784

રાજ્યનુ એકપણ બાળક કે માતા કુપોષિત ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દાહોદ ખાતેથી પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો પ્રારંભ કરાવેલ જે અંતર્ગત સરકારના તમામ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તથા જનભાગીદારીના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવાના શુભ હેતુથી ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો તેમજ વ્યુહરચનાનું આયોજન કરવામાં આવ્યુ છે. પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો મુખ્ય હેતુ જન ભાગીદારી દ્વારા બાળકોના પોષણ સ્તરમા સુધારો લાવવાનો છે. જેમા ભાવનગર જિલ્લામા આજ સુધીમા શહેરી વિસ્તારમા ૩૦૦ તેમજ ગ્રામિણ વિસ્તારમા ૧૧૦૮ એમ કુલ ૧૪૦૮ પોષણવાલીઓએ કુપોષિત બાળકોને દત્તક લેવાની તૈયારી દર્શાવી છે અને હજુ પણ આ સંખ્યામા વધારો થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ પણ આ પોષણવાલીઓને અભિનંદન પાઠવ્યા છે તેમજ હજી વધુમા વધુ વાલીઓ આ અભિયાનમા જોડાઈ ભાવનગર જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા સહયોગ આપે તેવી અપીલ કરી છે. પોષણવાલી તરીકે નામ નોંધાવવા કોઈપણ નાગરીક જિલ્લા પંચાયત કચેરી ભાવનગરની આઈ.સી.ડી.એસ. શાખાનો સંપર્ક કરી જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા પોતાનુ યોગદાન આપી શકે છે. વર્ષ દરમ્યાન દત્તક લેનાર પાલકવાલી પૂરક આહાર, ખાસ આરોગ્ય સુવિધા અને પરિવારના સભ્યો સાથે સંવાદ અને માર્ગદર્શન અપાશે તેમજ દત્તક લીધેલ કુપોષિત બાળકોની કાળજી લઈ સામાન્ય ઝોનમા લઈ જવા પ્રયત્ન કરશે. પાલકવાલી દ્વારા બાળકની લીધેલ મુલાકાત, સારસંભાળ અને અન્ય સેવાઓની નોંધ જનભાગીદારી પોર્ટલમા કરવામા આવશે જેથી બાળકોના પોષણ સ્તરમાં થયેલ સુધારો અને લેવાયેલ પગલાનું ઓનલાઈન ટ્રેકિંગ કરી શકાય.

Previous articleધ ગર્લ ઓન ધ ટ્રેનમાં કિર્તી કુલ્હારી ચમકશે : અહેવાલ
Next articleતરસમિયા ખારસી પાસેના રહેણાકી મકાનમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા