વિધાનસભાના દ્વારેથી

1236
new vidhansabha.jpg

પોલીસ સ્ટેશનોમાં જાણી જોઈને સીસીટીવી બંધ કરે તો ? વિપક્ષે ઘેર્યા 
વિધાનસભામાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હોવાનો સરકાર વતી પ્રદિપસિંહ જાડેજાએ વિગતો આપી હતી જે પૈકી બંધ કેમેરા કેટલા તેવા પ્રશ્ન હતો જેના જવાબમાં હાલ ચાલુ કરી દેવાયા હોવાનું તેમણે જણાવ્યુ હતું. ૬પ૧ પોલીસ સ્ટેશનો સીસીટીવીથી સજજ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ વીરજીભાઈ ઠુમરે તથા બાબુભાઈ વાજાએ સ્પષ્ટ પ્રશ્ન પુછયો હતો કે પોલીસ સ્ટેશનોમાં જાણી જોઈને સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવે ત્યારે શું જોગવાઈ છે ? ત્યારે આશ્ચર્ય જનક ગૃહમંત્રીએ જવાબ આપ્યો હતો કે તહોમતદારોની ચિંતા ના કરો. ત્યારે બાબુભાઈએ સ્પષ્ટતા કરી હતી કે લાવનારા બધા તહોમતદાર કે ગુનેગાર હોતા નથી સારા માણસો પાસે પૈસા પડાવવા ટોર્ચરીંગ થતું હોય છે. પરંતુ આ વિશે ગૃહમંત્રી તરફથી કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો ન હતો. 
ધર્મ પરિવર્ત કર્યા બાદ નીતિનો લાભ ન મળવો જોઈએ : અડધો દાહોદ જિલ્લો ક્રિશ્ચિયન
આદિવાસી, એસટીના ખોટા સર્ટીફીકેટ લઈને નોકરી શિક્ષણમાં લાભો લેવાના બીલ પર બોલતાં ભાજપના જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે જ્ઞાતિમાં હોવા પછી ધર્મ પરિવર્તન કરે ત્યારે તેને લાભો મળવા જોઈએ નહીં. તે માટે કાયદો ઘડવો જોઈએ. દાહોદ જિલ્લો અડધો ક્રિશ્ચિયન થઈ ગયો છે. ધર્મ પરિવર્તન પછી તેમને મૂળ આદિવાસીના લાભો મળવા જોઈએ નહી, તે બરાબર નથી. આ અંગે કોંગ્રેસના ડૉ. જોષિયારાએ જણાવ્યું હતું કે બંધારણે આપેલા અધિકારોમાં કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. તેથી આદિવાસીના હકકો અન્યના લઈ જાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે. પૂંજાભાઈ વંશે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઠરાવો કરતા ગયા અને સર્ટીફિકેટ આપતા ગયા ૧૯૯પ પછી મેળા કરીને સર્ટીફિકેટ આપતાં ગયા જેથી વાસ્તવિક હકીકત સામે આવવી જોઈએ. 
ભાવનગરની ૧૦ ચૂનાની લીઝમાંથી બે વર્ષમાં ર.૬૬ કરોડ રોયલ્ટી મળી 
વિધાનસભામાં ભાવનગર જિલ્લામાં ચૂનાના પથ્થરનું ખોદકામ કરતી લીઝ કેટલી અને તેમાંથી કેટલું ઉત્પાદન થયું અને રોયલ્ટીની સરકારે કેટલી રકમ મેળવી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેમાં જવાબમાં ૩૧ જાન્યુઆરી, ર૦૧૮ ની સ્થિતિએ ભાવનગરમાં ૧૦ લીઝોમાં ચૂનાના પથ્થરનું ખોદકામ કરવામાં આવે છે જેમાંથી ૬૩૦૬ મેટ્રીક ટન ઉત્પાદન કરવામાં આવ્યું અને જેમાંથી ર.૬૬ કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક સરકારને થઈ છે. લીઝ વિસ્તારમાંથી નિકાસ થતાં લાઈમસ્ટોનના જથ્થા ઉપર રોયલ્ટી લેવામાં આવે છે. 
સરકાર ખાડા ખોદે, પૂરવા ફરજીયાત ! આબરૂ, પ્રતિષ્ઠા ખાડામાં માત્ર દેવાના ડુંગર કર્યા 
ખાણખનિજ વિભાગના લીઝના પ્રશ્નમાં સરકારના મંત્રી વિપક્ષ વચ્ચે ગરમા ગરમી થઈ હતી વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે રર વર્ષથી સરકાર ખાડા જ ખોદે છે જયારે પુરવાનું મરજીયાત જેથી વૃક્ષો વાવી હરિયાળા ગુજરાતની કલ્પના જ કરવી રહી. બાકી તો સરકારની પ્રતિષ્ઠા, માન, આબરૂ બધુ ખાડામાં છે માત્ર દેવાના ડુંગર જ કર્યા છે. ત્યારે ગૃહમાં ગણગણાટ અને ઉત્તેજના વ્યાપી હતી. ખાડામાં પાણી ભરાયા પછી માનવ મૃત્યુના બનાવો બનતા હોવાથી કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. મંત્રીએ કોલસાની ખાણો અંગે સામે જવાબ આપતાં રાજકીય ગરમા ગરમી થવા પામી હતી. 
ભાવનગર જિલ્લામાં રેતી – બ્લેક ટ્રેપની ચોરમાં ૧ કરોડ ૮ર લાખ વસુલવાના બાકી 
ભાવનગર જિલ્લામાંથી ખનિજ ચોરી પકડાયા બાદ કેસ કરી દંડ વસુલવામાં આવે છે. ૧ જાન્યુઆરી, ર૦૧૮ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં સાદી રેતી, બ્લેક ટ્રેપ, લીગ્નાઈટના કેસમાં થયેલી કેટલી દંડની રકમ વસુલવાની બાકી છે તેવો પ્રશ્ન વિધાનસભામાં ગારીયાધારના કેસુભાઈ નાકરાણીએ ઉપસ્થિત કર્યો હતો. જેના ઉત્તરમાં ખાણ ખનિજ મંત્રીએ ૧ કરોડ ૮ર લાખ ર હજારની રકમ બાકી હોવાનું જણાવ્યું હતું. જોકે મોટી રકમ માત્ર બ્લેક ટ્રેપ (બ્લેક પથ્થર) ના કેસમાં દંડની રકમ ૧ કરોડ ૭ર લાખ ૬ર હજાર બાકી જયારે સાદી રેતીના કેસમાં દંડની ૯ લાખ ૪૦ હજાર વસુલવાના બાકી હોવાનું જણાવ્યું હતું. 
ભાવનગરમાં દારૂની રેલમછેલ : બે વર્ષમાં ૮૮ હજારથી વધુ બોટલ, પ૦ હજાર લીટરથી વધુ દારૂ પકડાયો 
ભાવનગર જિલ્લામાં આવતા દારીની તો કલ્પના જ ન કરી શકાય પરંતુ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલા દારૂના આંકડા પરથી લાગે છે કે ભાવનગર જિલ્લામાં દારૂની રેલમછેલ છે.  વિધાનસભામાં માહિતી આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરી, ર૦૧૮ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જિલ્લાની પોલીસ સ્ટેશનમાં કેટલો દારી પકડાયો તેમાં વિદેશી દારૂની બોટલ, દેશી દારૂ કેટલો પકડાયો જેના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વિદેશી દારૂના ૮૮ હજાર ૭૭પ બોટલ પકડાયઈ જયારે ૭૦ હજાર ૮૧૩ લીટર દેશી દારૂ પકડાયો હતો. ર૦ હજારથી વધુ કિંમતનો દારૂ પકડાયો હોય તેવા પોલીસ સ્ટેશનની સંખ્યા ૧૩ હતી. સૌથી વધુ વિદેશી બોટલ શિહોર પોલીસ સ્ટેશનમાં ૧૩પ૭૮ ત્યાર પછી ઘોઘા રોડ-૧૧૯પ૪, વેળાવદર ભાલ-૧૧૮૬૩, ઘોઘામાં ૧૦ર૬૭ વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી. જયારે મહીલા પોલીસ સ્ટેશન અને પોર્ટ મરીન ભાવનગર પોલીસ સ્ટેશનમાં એક પણ વિદેશી દારૂની બોટલ પકડાઈ ન હતી. દેશી દારી પણ ઘોઘા રોડ ૧પ હજાર ૮ર૭ લીટર, બોળતળાવ ૧૧ હજાર ર૬૯ લીટર પકડાયો હતો. 
૧૪મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર સંપન્ન
૧૪મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આજે સંપન્ન થયું છે. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ગૃહના અધ્યક્ષ તરીકે રાજેન્દ્રભાઈ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર સત્ર દરમ્યાન લોકશાહીના આ મંદિરમાં પ્રજાનો અવાજ સર્વોપરી રહ્યો છે. આ સમગ્ર સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહની ૨૮ બેઠકો મળી જેમાં પ્રજાના અનેક પ્રશ્નોનો પડઘો અને તેનો પ્રત્યુત્તર પ્રશ્નોત્તરીના માધ્યમથી અપાયો. સરકારની જુદા જુદા ક્ષેત્રની અનેક યોજનાઓ, પ્રજાના પ્રશ્નો તરફનો સરકારનો અભિગમ, પ્રશ્નોના નિકાલની અસરકારકતાનું મહત્તમ પ્રતિબિંબ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ઉજાગર થયું. સમગ્ર સત્ર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧૩ સરકારી વિધેયકો રજૂ કરાયા હતા. આ પૈકી ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળની રચના કરતુ વિધેયક. ખેતીની જમીનના ટુકડાના એકત્રીકરણના સંદર્ભમાં દંડની જોગવાઈને જંત્રીની કિંમત સાથે સાંકળતું વિધેયક. ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ હેઠળ હોટેલ, રેસ્ટોરન્ટની નોંધણીની જોગવાઈ રદ કરતું વિધેયક. રાજ્યમાં વધુ ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપતુ વિધેયક.  અનુસુચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોના જાતિ પ્રમાણપત્રની ખરાઈના સંદર્ભમાં વિધેયક. રજીસ્ટ્રેશન ધારામાં સુધારો કરી કુલ મુખત્યાર કરી કેટલાક ફરી જતા હોઇ તે અટકાવવાની જોગવાઈ. તથા કબ્જા વગરના પાવર ઓફ એટર્નીની ફરજીયાત નોંધણીની જોગવાઇ. 

Previous articleમહાવીર જયંતિ પૂર્વે વાહન રેલી
Next articleકૈલાસ ગુરૂકુળમાં અસ્મિતા પર્વનો પ્રારંભ