ભાજપ સરકાર લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે : પરેશ ધાનાણી

603
gandhi3032018-4.jpg

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક બાજુ ગુજરાત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે. તો ૨૧ સદીમાં પણ પાણી માટે ટેન્કર રાજની સ્થિતિ માટે સરકાર જવાબદાર છે. નર્મદા ડેમમાં ૩ ગણું પાણી છતાં ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા છે. સરકાર નલિયાની નિર્ભયાને ન્યાય આપવવા વારંવાર રજૂઆત પછી પણ કઈં કર્યુ નથી. તો ગરીબ વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં શિક્ષણ દોહ્યલું બન્યું છે. રાજગારી આપવામાં પણ સરકાર ઉઘાડી પડી ગઈ છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે લોકોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં ભયનું સ્થાપન કરનારી આ સરકાર છે. કોંગ્રેસે સક્ષમ વિપક્ષ તરીકે કામ કર્યું છે. લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ગરીબોને સસ્તુ અનાજ મળતું નથી તે પગ કરી જાય છે.
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે શરૂઆતમાં પત્ર લખ્યો હતો. સત્રની શરૂઆતમાં  કેગનો રિપોર્ટ મુકવા રજૂઆત કરવામાં આવી હતી. આમછતાં સરકાર દ્વારા છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયો. સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે છેલ્લા દિવસે રજૂ કરાય છે. કેગના અહેવાલમાં સરકારની ભ્રષ્ટાચારની નીતિઓનો પર્દાફાશ થયો છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો અવાજ રૂંધવા સરકાર દ્વારા સતત પ્રયત્નો કરાયા છે. બહુમતીને જોરે લઘુમતિને દબાવવાના પ્રયાસો કરાયા છે. આમછતાં કોંગ્રેસ એક સક્ષમ અને જોરદાર લડત આપી છે.
સરકાર સિંહ માટેની વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. સિંહને કુદરતી રીતે ખોરાક અને પાણી અને રક્ષણ મળે તે અત્યંત જરૂરી છે. ગીરના જંગલમાં સિંહોની ઉપલબ્ધીએ ગુજરાતનું ગૌરવ છે. આંબરડીમાં પણ સિંહ દર્શનની વ્યવસ્થા ઉભી કરાયી છે. માલધારીઓને જંગલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. ખોરાકના અભાવે વનરાજને જંગલ છોડીને રહેણાંક તરફ આવવું પડે છે. સરકાર સિંહ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે. સિંહને અન્ય રાજ્યો પોતાના રાજ્યમાં લઈ જશે. સરકારના નાણાં આપવામા અને ખર્ચવાના સ્ત્રોત કાલ્પનિક છે.ગીર નેશનલ રિઝર્વ ફોરેસ્ટમાં સિંહનું સંવર્ધન યોગ્ય રીતે થાય તેમ કરવામાં આવે.

Previous article અમિત ચાવડા અંગત મિત્ર, નારાજગીની ચર્ચા અફવા : અલ્પેશ ઠાકોર
Next article ઉનાળામાં શાકભાજીના ભાવમાં ભડકો, લીંબુ ૧૬૦ રૂ. પ્રતિ કિલો