ભાવનગરમાં ૩૦ મી સુધીમાં વ્યવસાયવેરો નહી ભરનારને વેપારીઓને સામે દંડાત્મક કાર્યવાહી થશે

281

ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વ્યવસાય કરતા વેપારીઓએ મહાપાલિકામાં વ્યવસાય વેરો ભરવો પડતો હોય છે તેથી ચાલુ માસમાં વેપારીઓને વ્યવસાય વેરો ભરી દેવા માટે મહાપાલિકાએ જણાવેલ છે. ચાલુ માસમાં વ્યવસાય વેરો નહી ભરનારને દંડ થશે અને માસિક વ્યાજ ભરવુ પડશે. દંડ અને વ્યાજથી બચવા માટે વેપારીઓએ વ્યવસાય વેરો ભરવો જરૃરી છે.
મહાપાલિકાની હદ વિસ્તારમાં વ્યવસાય, વ્યાપાર, ધંધા, રોજગારમાં રોકાયેલ અને ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈઓ મુજબ વ્યવસાય વેરાને પાત્ર થતા ભાવનગર મહાપાલિકાના વ્યવસાયવેરા વિભાગ ખાતે નોંધાયેલા, બિન નોંધાયેલા વ્યકિત-સંસ્થાઓને ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧નો ભરવાનો થતો ઈ.સી.વેરો ભરવાની છેલ્લી તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૦ હોઈ ઈ.સી.વેરાને પાત્ર થતા તમામ કરદાતાઓને વેરો ભરી દેવા મહાપાલિકાએ જણાવેલ છે. ૩૦મી બાદ ઈ.સી. વ્યવસાયવેરો ભરનાર તેમજ ન ભરનાર વેપારી-સંસ્થાને નિયમ અનુસાર દંડ અને કલમ-૯(ર) મુજબ માસિક ૧.પ ટકાના દરે વ્યાજને પાત્ર બનશે તેમ મહાપાલિકાના નાયબ કમિશનરે જણાવ્યુ છે.
એડવોકેટ, સોલિસિટર્સ, નોટરી, ડોકટર્સ, આર્કિટેકટ, એંજિનિયર, કન્સલ્ટટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વીમા શાસ્ત્રી, વીમા એજન્ટ, સર્વેયર, કોન્ટ્રાકટર, દલાલ, કમિશન એજન્ટ, ટ્રાવેલ એજન્ટ, કેબલ ટી.વી.ઓપરેટર, ટયુશન, ડ્રાઈવીંગ સ્કૂલ, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, કારખાનાના ભોગવટેદાર સહિતના વેપારી-સંસ્થાએ વાર્ષિક રૃ. ર હજારનો વ્યવસાયવેરો ભરવાનો રહેશે. ગુજરાત વેટ એક્ટ-ર૦૦૩ હેઠળ નોંધણીને પાત્ર થતા વેપારીઓને વાર્ષિક ટર્ન ઓવરના આધારે ૦ થી ર૪૦૦ વેરો ભરવાનો થતો હોય છે. મહાપાલિકાના વ્યવસાય વિભાગમાં રોકડ અથવા ચેકથી વેરો ભરી શકાશે. એક કરતા વધુ શાખા હોય તો બ્રાંચ દિઠ અલગ વેરો ભરવાનો થશે. વ્યાજ પેનલ્ટી, પોલીસ કેસ તેમજ બેંક એકાઉન્ટ સીઝની કાર્યવાહીથી બચવા તત્કાલ વ્યવસાયવેરો ભરવા મહાપાલિકાએ જણાવેલ છે.

Previous articleરાણપુર તાલુકામા ભારે વરસાદના કારણે ખેડૂતોનાં પાકને નુકશાન.વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ રહેતા પાક સુકાવવા લાગ્યો.
Next articleશિહોર પછી આવતું ફાટક રાત્રે ૪ કલાક બંધ રહેશે