આઠ મહિના અગાઉ આઈફોનની ચોરી કરનારને સુરેન્દ્રનગરથી ઝડપ્યો

663
gandhi2418-3.jpg

ગાંધીનગરમાં બનેલા ગુના કે જેમાં ઓએલએકસ પર પોતાનો આઈફોન વેચાણ માટે મુકી સંપર્ક નંબર આપી ત્યારબાદ પોતાના સાથીઓ સાથે ગાંધીનગર રેઈનફોરેસ્ટ પાસે ખ-રોડ પર ગાડીમાં આવી સંપર્ક કરી ફરીયાદી પાસેથી ફોન જોવા લઈ પૈસા આપ્યા વગર ઈન્ડીકોમાં ભાગી ગયેલ જેની ફરિયાદ સેકટર – ૭ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. 
જેનો ઉકેલ સેકટર – ૭ પોલીસે લાવી, યુવરાજસિંહ હરપાલસિંહ ડોડીયા પાસે આ ફોન હોવાનું જાણમાં આવતા તેને ગાંધીનગર લાવી પુછપરછ કરતાં અન્ય સાગરિત જયદિપસિંહ છત્રસિંહ ઝાલા, રહે જોરાવરનગર તથા દિગ્વિજયસિંહ નાગદેવસિંહ ગોહિલ રહેવાસી રતનનગર, આ ત્રણેયને સુરેન્દ્રનગરથી પકડી લાવ્યા હતા તેમને કબુલ્યું હતું કે અતુલ નામ ખોટું આપી આ ગુનો આચરેલ અને ૪૮ હજારનો આઈફોન રીકવર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Previous article ગુડાની નવી સ્કીમમાં ચાર દટાયા : સીવીલને બદલે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં તર્કવિતર્ક
Next article ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ