ભાવનગરમાં કોબડી પાસે ટ્રેક્ટરમાંથી ૮૫ કિલોના પોશ ડોડા સાથે ૧ ઝડપાયો

426

જરાત સરકારની સીધી સુચનાથી ગુજરાત એ.ટી.એસ. દ્રારા ગુજરાત રાજયને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર એસ.ઓ.જી. શ્ એલ.સી.બી. શાખા દ્રારા ખાસ ઝુંબેશ હાથ આરંભ કરેલ છે. ?? જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એલ.સી.બી. શ્ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, ભાવનગર-તળાજા રોડ, કોબડી ગામ પાસે બની રહેલ ઓવરબ્રીજ પાસે આવેલ તળાવના કિનારે મધ્યપ્રદેશર રાજ્યમાંથી અમુક ઇસમો ટ્રેકટરમાં પોશ ડોડા (કાલા) છુપાવીને લાવેલ છે અને તેનું કટીંગ કરે છે જે બાબતી આધારે ન્ઝ્રમ્ શ્ ર્જીંય્ પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઢવી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમી મુજબ ટ્રેકટર સાથે એક ઇસમ નામે સોનુ જીર્/ં રમેશજી નંદકિશોરજી જોષી/બ્રાહ્મણ ઉ.વ.૨૨ રહેવાસી મોડી માતા દરવાજા, ક્રિષ્ના આઇસ્કીમ પાસે, સીતામઉ જીલ્લો મંદસૌર રાજ્ય મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડેલ મજકુર પાસેના રજીસ્ટ્રેશન નંબર વિનાના ટ્રેકટર ના ટેઇલરમાં બનાવેલ ચોર ખાનામાંથી નાર્કોટીક્સ પદાર્થ પોશ ડોડા (કાલા) ૮૫ કિલો ૪૦૦ ગ્રામ કિ.રૂ।. ૧,૦૨,૪૮૦/- તથા ટેકટર-૧ કિ.રૂ।. ૨,૦૦,૦૦૦/- તથા વજનકાંટો-૧ કિ.રૂ।.૨૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ।.૫૦૦૦/- તથા રોકડ રૂપિયા ૭૦૦/- તથા ખાલી કોથળા, પાથરણુ વિગેરે મળી કુલ રૂપિયા ૩,૦૮,૩૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અને રેઇડ દરમ્યાન આરોપી ગોપાલ જીર્/ં અંબારામ પાટીદાર રહેવાસી લદુના તાલુકા/થાના સીતામાઉ જીલ્લો મંદસૌર રાજ્ય મધ્યપ્રદેશ વાળો નાશી ગયેલ હતો મજકુર બંન્ને આરોપીઓ સામે દ્ગડ્ઢઁજી એક્ટ તળે કાયદેસર કાર્યવાહી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. ?? આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. વિજયસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા મહાવિરસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા ચિંતનભાઇ મકવાણા તથા હારીતસિંહ ગોહિલ તથા એલ.સી.બી. શાખાના હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામભાઇ ગોહેલ તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. મુકેશભાઇ કંડોલીયા તથા ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Previous articleભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, ૨ના મોત
Next articleમહુવામાં ૧૧ જેટલા મોબાઈલ વેપારીઓને ૨૬ લાખથી વધુનો ચૂનો ચોપડ્યો, ૬ મહિનાથી ફરાર આરોપી સુરતથી પકડાયો