સિહોર ગૌતમીનદી પર આવેલ રસ્તો બંધ

346

સિહોરની હાર્દસમી ગૌતમીનદી પસાર થાય છે ત્યારે આ નદી તંત્રના વાંકે પ્રદુષિત બની છે આ નદી સફાઈ માટે ૩૦ લાખની ગ્રાન્ટ આવતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ આજે પરિસ્થિતિ જે સે થે રહેવા પામી છે મોટાભાગના વિસ્તારોની ગટર લાઈનો આ નદીમાં ખુલ્લી છોડવામાં આવી છે આ નદી પર અનેક સોસાયટીમાં જવા માટે એક માત્ર શોર્ટકટ રસ્તો હતો તે ચોમાસા પહેલાનો બંધ છે જે ચેકડેમ બનાવી બાજુમાં રસ્તો હતો પરંતુ ચોમાસામાં આ ગૌતમીનદી માં પાણી આવવાથી ગટરના પાણી આ ચેકડેમ માં ભરાતા અતિ દુર્ગંધ અને મચ્છરોના ત્રાસ દૂર કરવા આ ચેકડેમ ના મોટાભાગનો કટકો તોડી નાખવામાં આવેલ પરંતુ બાજુમાં આવેલ રસ્તો બંધ થયો હોવાથી લોકોને અવરજવર ફરજીયાત પણે હાઇવે પર થી કરવી પડે છે નાના ભૂલકાઓ નજીકમાં આવેલ સ્કૂલો પર આવવા માત્ર આ એકજ શોર્ટકટ રસ્તો હોવા છતાં ઘણા સમયથી બંધ રસ્તો રીપેર કરી ફરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

Previous articleપહેલી માર્ચથી ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન દોડતી થઇ જશે
Next articleપડતર પ્રશ્નોની માંગ સાથે રેલ કર્મી.ઓ તા.રપમી ફેબ્રુઆરીએ ધરણા કરશે