આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો ૭મો દીક્ષાંત સમારોહ યોજાશે

356

તા.૪ માર્ચના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૭મો દીક્ષાંત સમારોહ યોજાનાર છે. જે અંગે વિગતો આપતા કુલપતિશ્રી ડૉ. મહિપતસિંહજી ચાવડાએ જણાવ્યુ હતું કે આ દીક્ષાંત સમારોહમા યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમા વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરી પદવી પ્રાપ્ત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરેલો છે તેવા ૧૩,૬૫૪ વિદ્યાર્થીઓને આગામી તા.૪ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામા આ તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. સાથે વિવિધ વિદ્યાશાખામા સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા ૬૪ જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ વિદ્યાવાચસ્પતિ (પી.એચ.ડી)ની પદવી પ્રાપ્ત કરનારા ૧૨ જેટલા વિદ્યાર્થીઓ એમ કુલ ૭૬ જેટલા વિદ્યાર્થીઓને મેડલ સાથે પદવી એનાયત કરવામા આવશે.
આ દીક્ષાંત સમારોહમાં સી.બી.સી.એસ. પદ્ધતિના ૯૬૩૭ વિદ્યાર્થીઓ જેમાં વિનયન વિદ્યાશાખાના ૨૫૮૫, શિક્ષણ વિદ્યાશાખાના ૬૨, વિજ્ઞાન વિદ્યાશાખાના ૨૩૬૭, વાણિજ્ય વિદ્યાશાખાના ૩૪૨૬, ગ્રામીણ વિદ્યાશાખાના ૯૨૩ અને સંચાલન વિદ્યાશાખાના ૨૬૯ વિદ્યાર્થીઓ અને વાર્ષિક પદ્ધતિના ૪૦૧૭ જે વિગતે વિનયન વિદ્યાશાખાના ૧૮૧૨, શિક્ષણ વિદ્યાશાખાના ૩૭૨, વિજ્ઞાન વિદ્યાશાખાના ૩૬૮, વાણિજ્ય વિદ્યાશાખાના ૫૫૬, ગ્રામીણ વિદ્યાશાખાના ૭૪, સંચાલન વિદ્યાશાખાના ૪૨, યાંત્રિક વિદ્યાશાખાના ૧૧૪, કાયદા વિદ્યાશાખાના ૧૭૩, તબીબી વિદ્યાશાખાના ૧૧૯, હોમિયોપેથી વિદ્યાશાખાના ૨૨૮ અને દંત ચિકિત્સા વિદ્યાશાખાના ૨૭૧ વિદ્યાર્થીઓ, એમ કુલ મળીને ૧૩,૬૫૪ વિધાર્થીઓને ડિગ્રી એનાયત થનાર છે. આ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન પદે સંઘ જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી(યુપીએસસી)ના ચેરમેન માનનીય ડો. પ્રદીપ જોશીની વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ કાર્યક્રમમાં ભાવનગર રાજ્યના યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ તા.૪ માર્ચ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે અટલ ઓડિટોરિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસ ખાતે યોજાનાર છે. જે માટે કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વ્યવસ્થાપક સમિતીઓના સભ્યો આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ બને છે તે માટે આયોજનપૂર્વકની જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રવર્તમાન કોવીડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે આ કાર્યક્રમ સફળ બને તે દિશામાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Previous articleવડોદરામાં એક જ પરિવારના ૬ લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ૩નાં મોત
Next articleઆરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકતું ૨.૨૭ કરોડનું બજેટ