મહુવા તાલુકાના બગદાણા તાંબેના લોયંગા ગામે ધોળા દિવસે દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી તસ્કરો નાસી છુટયા

324

ગામ પંચાયત ના સરપંચ મંગાભાઈ બાલધીયા ગામના અગ્રણી રાણા ભાઈ માલધારી સહીત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાપોલીસ ને જાણ કરતા બગદાણા પીએસઆઇ સહિત કાફલો લોંયગા ગામે દોડી ગયો પોલીસ સુત્રો અને લોંયગા ગામના સરપંચ મંગાભાઈ બાલધીયા પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ધનજીભાઈ મેરાભાઈ ના મકાનમાં જીવરાજ ભાઈ ઘુઘાભાઈ વરીયા રહે છે તેઓ કામ સંદર્ભે બહાર ગયા હતા આવીને જોતા કબાટ નો સામાન વેરવિખેર પડ્યો હતો કબાટ તેમજ અન્ય જગ્યાએ થી ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા નુ જણાતા બગદાણા પોલીસ મથકે જાણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે અંદાજે પંચોતેર હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના સહીત કુલ અંદાજે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા ની ચોરી કરી તસ્કરો નાસી છુટયા નાનકડા ગામમાં ધોળે દિવસે ચોરી નો બનાવ બનતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાકીદે તસ્કરો ને ઝડપી પાડવા ગામ લોકો એ માંગ કરી હતી
તસવીરો મથુર ચૌહાણ બોરડા

Previous articleએસટીએફ સાથે અથડામણમાં મુખ્તાર અંસારી ગેંગના બે શૂટર ઠાર
Next articleરાણપુર તાલુકાના કુંડલી ગામની ઉતાવળી નદીમાં સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના નીરનું આગમન થયુ.