મહાનગરપાલિકા અને બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

270

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ, ભાવનગર બ્લડ બેંક અને પેરેન્ટીંગ ફોર પીસના સહયોગ સ્વચ્છ ભાવનગર અભિયાન એડિશનલ ડિજી હસમુખભાઈ પટેલની પ્રેરણા દ્વારા ભાવનગર શહેરના સરદારનગર પચાસ વારીયા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન દ્વારા લોકો માં પોતે જાગૃત થઈ ને ગંદકી ન કરે અને અઠવાડિયામાં એક વખત જાતે કચરો સાફ રાખે તો જ આપણા રાષ્ટ્ર પ્રતેય આપણી સાચી સેવા ગણાય, આપણા દેશમાં લોકો ઘણી પ્રકારે સેવા કરે છે આ પણ એક સેવાનો જ ભાગ છે, જો આપણું આંગણું સ્વચ્છ હશે તો આપણું ગામ સ્વચ્છ બનશે, આપણું ગામ સ્વચ્છ હશે તો આપણો રાજ્ય સ્વચ્છ હશે, ને આપણું રાજ્ય સ્વચ્છ હશે તો આપણો દેશ સ્વચ્છ બનશે.
આજરોજ શહેરનાં સરદારનગર પચાસ વારીયા સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
ચાલો જનજાગૃતિ સફાઇ સંક્લપમાં જોડાઇએના સંકલ્પ સાથે ભાવનગરના મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં એડીશનલ ડીજી હસમુખભાઈ પટેલના ધર્મપત્ની બિનાબેને જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે આપણે જ્યાં હોઈ ત્યાં સ્વચ્છતા રાખવી જ જોઈએ જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે, ચોકલેટ ખાવી બધાને બોવ ગમે છે પણ એનું કાગળ ગમે ત્યાં નાખી દઈએ છીએ, ખાસ તો પ્લાસ્ટિકની થેલીઓ બોવ જ જોવા મળે છે આપણે જ્યારે શાક લેવા જઈએ ત્યારે આપણે આગ્રહ રાખતા હોઈ છીએ કે થેલી આપશો તો જ શાક લેશું, જયારે પણ શાક લેવા જઈએ ત્યારે કાપડની થેલી લઈ ને જઈ શાકમાર્કેટમાં કાપડની થેલીઓનું વેચાણ કરીએ તેનાથી નવી રોજગારી ની તકો મળશે, પ્લાસ્ટિક ની કોથળીઓ નો જ સૌવ થી મોટો વિરોધ કરવો જોઈએ, કોથળીઓ નો નાશ થતો નથી જેને કારણે નુકસાન થાય છે, કાગળ અથવા તો કાપડ ની થેલીનો ઉપયોગ કરવો.
આ સફાઈ અભિયાનમાં મેયર કીર્તિબેન દાણીધારીયા, બિનાબેન હસમુખભાઈ પટેલ, ભાવનગર મનપાના કમિશનર એમ.એ ગાંધી, ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેંકના સ્ટાફ સહિતના આગેવાનો જોડાયા હતા.