કોરોના મહામારી વચ્ચે ભાવનગર સીટી મામલતદાર કચેરી પર દાખલા કઢાવવા અરજદારની લાઈન લાગી

680

ભાવનગરમાં કોરોના હાઈ સપાટી પર પોહચી રહ્યો છે અને કોરોનાની ગાઈડલાઈનના જ્યાં ત્યાં ભંગ થતા જોવા મળે છે. સીટી મામલતદાર કચેરીમાં અનેક વિવિધ પ્રકારના દાખલો કઢાવવા નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેવું આ લાઈનોમાં જોવા મળી રહ્યું છે,ભાવનગર શહેરમાં આવેલી સીટી મામલતદાર કચેરીમાં દાખલો કઢાવવા આવતા લોકોની લાંબી લાઈનો રોજ થઈ રહી છે લાઈનોમાં ઉભેલા અને ડિસ્ટન્સ વગર દાખલો કઢાવવા આવેલા રાહદારીઓ નિયમો તોડી રહ્યા છે અંતર રાખવામાં આવતું નથી તો કેટલાક લોકોને મોઢે માસ્ક પર જોવા મળતું નથી એક તરફ શહેરમાં આંકડો ૭૯ પર કોરોનાનો પોહચ્યો છે અને તંત્ર ખુદ નિયમ ભંગ થતો હોવા છતાં કામગીરી કરી રહ્યું છે,ભાવનગર શહેરની વસ્તી આશરે ૫ લાખ છે ત્યારે નોન ક્રિમિલિયર, ઈડબ્લ્યુએસ, આવકના દાખલા સહિત અન્ય પ્રકારના દાખલા કાઢવામાં આવે છે જેથી લોકોનો ઘસારો સ્વાભાવિક રહેવાનો છે છ બારીઓ છે જેમાં અલગ અલગ પ્રક્રિયા થતી હોવાથી લાઈનો હોઈ છે પણ હાલમાં લાઈનો લાગવા પાછળ સીટી મામલતદારે જણાવ્યું હતું કે લાઇન એક દિવસ પૂરતી લાગી હતી કારણ કે સર્વર ડાઉન હતું. સોસીયલ ડિસ્ટન્સ માટે હોમગાર્ડ મુકેલા છે કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરાવવામાં આવે છે.

Previous articleભાજપના સ્થાપના દિવસની ઉજવણી, ભાવનગરમાં ત્રણ સ્થળો પર વીડિયો કોન્ફરન્સ યોજાઈ
Next articleસમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કામગીરી શરૂ