સર ટી હોસ્પિટલના ત્રીજા માળેથી કોરોના પેશન્ટે પડતુ મુકી કરી આત્મહત્યા

2015

શહેરનાં પ્રભુદાસ તળાવ, આનંદનગર વિતારમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવતા ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવાને ગત મોડી રાત્રિનાં હોસ્પિટલનાં ત્રીજા માળેથી પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગર શહેર ના સર ટી હોસ્પિટલમાં આવેલ કોરોના વોર્ડના ત્રીજા માળેથી આધેડ એ હવા ખાવાના બહાને ત્રીજા માળે થી આપઘાત કરી મોતને વહાલ કર્યું હતું.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાર અખાડા પાસે રહેતા અરવિંદભાઈ વાલજીભાઈ કણોતરા ઉંમર વર્ષ ૪૫ નામના યુવાનની આઠ દિવસથી પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવેલ અને પોઝિટિવ આવ્યા હતા જેને લઈ ગઈકાલે રાત્રે જ તેને ભાવનગર સર ટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.આનંદનગર વિહાર અખાડા પાસે રહેતા અરવિંદભાઈ થોડા દિવસ પહેલા તેણે આનંદનગર પીએસસી સેન્ટર ખાતે કોરોનાના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતા પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા હતા, પરંતુ ગઈકાલે સાંજે તેમના પત્નીનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવતા તેમને ઘરે હોમ કોરર્નટાઇન કરાયા હતા જેને લઈ ગઈકાલે સાંજે તેમને સર ટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
ભાવનગર સર.ટી હોસ્પિટલના નવા બિલ્ડીંગના ત્રીજા માળે ખસેડવામાં આવેલ હતા, જ્યાં ગઈકાલ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ કોઈ કોરોનાવોર્ડ ના દર્દીએ જણાવ્યું હતું કે એણે મને કીધું કે મારે હવા ખાવી છે તેમ કહી ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, મૃતક યુવાનને પરિવારમાં બે-દીકરી છે,સૌથી નાની દીકરી દ્વારા પિતાને અગ્નિદાહ આપ્યોમૃતકને પરિવારમાં બે-દીકરી છે, માત્ર ૧૭ વર્ષીય પુત્રી સંજનાએ મક્કમ બની પિતાને અગ્નિદાહ આપ્યો હતો, અંદાજે ૧૭ વર્ષીય સંજના અરવિંદભાઈ તથા ૧૯ વર્ષીય કિંજલ અરવિંદભાઈ કણોતરા છે. બંને દીકરી હાલ અભ્યાસ કરી રહી છે. હાલમાં જ મોટી દીકરીની સગાઈ કરી હતી. બંને દીકરીમાં સૌથી નાની સંજના ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે અને મોટી દીકરી કિંજલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે બંને દીકરીઓએ પિતા ની છત્રછાયા ગુમાવી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,

Previous articleકોંગ્રેસ મીડીયા સેલ દ્વારા પાણીની બોટલનું વિતરણ
Next articleવલ્લભીપુર મોક્ષ મંદિરમાં યુવાનોની સેવાને બિરદાવતા સ્થાનિક આગેવાનો