રાજુલાના વાવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા આદર્શ ગામનું નિર્માણ

1661
guj942018-2.jpg

રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસના કામોની હારમાળા સર્જી. ગામમાં નવો રોડ, પાણી માટે નવી પાઈપલાઈન દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડ્યું. સ્નાનઘાટ, બેસવા માટે ગ્રામજનો માટે બાકડા સહિત વિકાસના કામોથી પ્રભાવિત ડે.કલેક્ટર થયા છે.
રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતની નવી બોડીના સરપંચ બીચ્છુભાઈ અને ઉપસરપંચ કનુભાઈ ધાખડા દ્વારા ગામના વિકાસોની હારમાળા સર્જી જેને નજરે જોનાર ડેપ્યુટી કલેક્ટર ડાભી ર૬ જાન્યુઆરીએ ભરપુર પ્રસંશા કરેલ. જેમાં ગ્રામ જનતાની સુવિધાઓ તેમજ ગામના વિકાસના મુદ્દાઓ આ પ્રમાણે પ્રેરણાદાયક બન્યા. જેમાં ગામના નવો બ્લોક રોડ, નવી પાઈપલાઈન પાણી માટે પાથરી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું. સ્નાનઘાટ નવો બનાવ્યો, જુની ગ્રામ પંચાયત કચેરીના કાટમાળની હરરાજી કરી જુનો ઢાંચો પાડી અને નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવા માંગ, ગામની ગંદકી દુર કરવા ઠેકઠેકાણે બનેલ ઉકરડાઓ હટાવ્યા તેમજ જુની ગ્રામ પંચાયત માથે પીજીવીસીએલનું લેણુ ૧ લાખ ૮૪ હજાર ભર્યા તેમજ ખેડૂતો માટે વાડી વિસ્તાર સહિતમાં ઈલેક્ટ્રીક મોટરો માટે દુખી થતા ખેડૂતો કે જેનો પાણી હોવા છતા લાઈટકાપ વારંવાર થતા ગામમાં ૬૬ કેવી પીજીવીસીએલ દ્વારા શરૂ કરાવ્યું. સ્વભંડોળમાંથી તેમજ ગ્રામ પંચાયતમાંથી રૂા.૩ લાખ ભરી અને કુલ ૯ાા લાખના ખર્ચે નવો સીસીરોડ બનાવાશે તેમજ ગ્રામજનોની સુવિધા માટે આખા ગામમાં સ્ટ્રીટલાઈટની માંગ કરાઈ. આ બધી પ્રસંશનિય કામગીરી જે અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણાદાયકથી તાલુકા વિકાસ અધિકારી મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ સહિત ડેપ્યુટી કલેક્ટર ડાભી દ્વારા ગ્રામ પંચાયત સરપંચ બીચ્છુભાઈ ધાખડા, હોનહાર યુવા ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા (ભાજપ તાલુકા મંત્રી)ને ખૂબ જ હૃદયથી બિરદાવ્યા હતા.

Previous articleરાજુલામાં અનેક કંપનિઓ છતા લોકો બેરોજગાર
Next articleપાટી માણસા ગામે શાળામાં ગુણોત્સવ પૂર્વે શિક્ષકોની ભરતી