ભાવનગર જિલ્લા પંચાયતની ૭ સમિતિઓની ચેરમેનોની નિમણુંક કરાઈ

1051

ભાવનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતી સહીત જુદી જુદી સમિતીના ચેરમેનની નિમણુંકો આજે કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન પદે પ્રવિણભાઇ વાળાની નિમણૂંક કરવામાં આવી છે. કારોબારી સમિત્તિમાં ચેરમેન સહીત ૯ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.ચેરમેન પ્રવિણભાઇ મહુવા તાલુકાના નેસવડ બેઠક ઉપરથી ચૂંટાઇને આવેલા છે અઢી વર્ષ સુધીની તેની ટર્મ રહેશે, પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, આ ટર્મમાં હું સૌ પ્રથમ હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઇ કોરોના કાબુમાં આવે તે માટે જિલ્લામાં સક્રિય કામગીરી બજાવીશ, તેમજ હાલના વાવાઝોડાના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા રિપેરીંગ તેમજ જિલ્લાના વિકાસના કામોને પ્રાધાન્ય આપીશ ઉપરાંત જિલ્લામાં થયેલ નુકશાનીની તાકીદે સર્વે થાય અને લોકોને ખાસ કરીને ખેડુતોને તાત્કાલીક આર્થિક સહાય મળે તે માટેના પ્રયત્નો કરાશે.

જ્યારે ભાવનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિત્તિના ચેરમેન પદે રજનીકાંતભાઇ મહાસુખભાઇ ભટ્ટ નિમાયા હતા. તેઓ તળાજા તાલુકાના ત્રાપજ બેઠક ઉપરથી ચુંટાયા છે તેમની કમિટિમાં અન્ય પાંચ સભ્યો પણ નિમાયેલા છે. જ્યારે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિત્તિના ચેરમેન પદે અમુબેન મુન્નાભાઇ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે તેઓ બુધેલ બેઠક ઉપરથી ચૂંટાઇને આવેલા છે શિક્ષણ સમિત્તિમાં મુળ સાત સભ્યો ઉપરાંત બે કોપ્ટ સભ્યોની નિયુક્તિ કરવામાં આવેલી છે. ચેરમેન અમુબેને જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ગુણવતા વધે, વધુમાં વધુ વિધાર્થીઓ અભ્યાસ તરફ વધે અને શિક્ષણ ક્ષેત્રે અભિવૃધ્ધિ થાય તેવા પ્રયત્નો કરાશે.જ્યારે જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિત્તિના ચેરમેન પદે હંસાબેન છગનભાઇ ભોજની નિમણૂંક કરવામાં આવી હતી તેઓ ઉમરાળા તાલુકાના રંઘોળા બેઠક ઉપરથી ચૂંટાઇને આવેલા છે આ કમિટિમાં અન્ય પાંચ સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવેલી છે જ્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય કમિટિના ચેરમેન પદે વિક્રમભાઇ નાનજીભાઇ ડાભીની નિમણૂંક કરવામાં આવી હતી, સિંચાઇ કમિટીમાં મધુબેન રસિકભાઈ ભીગરાડીયા અને મહિલા બાળ વિકાસ કમિટીમાં રાજલબેન કિશોરભાઈ સોરઠીયાની ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી,

Previous articleસર.ટી હોસ્પિટલમાં નિત્ય સાફ સફાઈ અત્યંત જરૂરી
Next articleમિર્ઝાપુરના પંડિતજી રસ્તા પર લાડુ વેચીને ગુજરાન ચલાવે છે