ગુજરાતમાં નર્મદાનું વધારાનું પાણી આપવાની સ્ઁ સરકારની સ્પષ્ટ ના

701
guj11418-13.jpg

મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતમાં નર્મદાનું વધારાનું પાણી આપવાની સ્પષ્ટ નાં પાડી દીધી છે. હાલમાં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે અને આગામી વર્ષે એમપીમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. ગુજરાત સરકારે ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પાસે નર્મદાને બચાવવા માટે વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ આગામી ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની હોઈ ગુજરાતને વધારે પાણી ન આપવાનો નિર્ણય કર્યો હોવાની અટકળો છે.
ગુજરાત સરકારે સુકાઈ રહેલી નર્મદા નદી અને તેની આસપાના વર્યાવરણે બચાવવા માટે ઉપરાંત દહેજ ખાતે આવેલ ઉદ્યોગોની પાણીની જરૂરિયાને પહોંચી વળવા અને નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાનું પાણી છોડવની માગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં સરદાર સરોવર ડેમમાં ૬૦૦ ક્યૂસેક પાણી છે. ગુજરાત સરકારે વધારાના પાણી માગ કરી હતી જેથી ડેમમાં પાણી વધારીને ૧૫૦૦ ક્યુસેક લઈ જઈ શકાય. છેલ્લા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી પાણીની જાવક ખૂબ જ ઓછી રાખવામાં આવતી હોવાથી ભરૂચ ખાતે નર્મદા નદી સાવ મૃતપાય હાલતમાં પહોંચી ગઈ છે.ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજીવાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી.
જાન્યુઆરી ૨૦૦૬માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી(દ્ગઝ્રછ)ના એન્વાયોરમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું ૬૦૦ ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા ૧૫૭ કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી તેની કુદરતી જીવંતતા જાળવી શકે. જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો ૬૦૦ ક્યુસેક પાણી પૂરતું નથી.

Previous article ગુજરાતમાં બંધના એલાનનો ફિયાસ્કો
Next articleશહેરી વિસ્તારના પાંચ ગામમાં પાણીની તંગી પડશે