તમાકુના વપરાશ માટે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલની મહત્વપૂર્ણ કામગીરી

916

વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી
ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલની સેલની ડીસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી તથા સ્ટિયરિંગ કમિટીના સંકલનમાં જિલ્લામાં તમાકુથી થતાં નુકશાનને અટકાવવાં માટે વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવી તે અંગેની જાગરૂકતાં લાવવામાં આવે છે.એપેડેમીક મેડિકલ ઓફિસર, ભાવનગર દ્વારા તમાકુથી થતાં નુકસાન અન્વયે અંગે વિવિધ કાર્યક્રમો અન્વયે જનજાગૃતિ અને તમાકુથી થતાં નુકસાનના મુદ્દા હેઠળ વિવિધ સ્થળો પર કુલ ૩૬ કાર્યક્રમ દ્વારા ૧,૬૩૪ વ્યક્તિઓ સુધી આ માટેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. જેમાં ૪૦૭ આરોગ્ય કર્મચારીઓ, ૫૦ શિક્ષકો, ૪૫૩ કોલેજના વિદ્યાર્થીઓ ૫૭૪ આશાવર્કરો, ૭૦ આંગણવાડી વર્કરો સહભાગી થયાં હતાં. આ માટે જિલ્લા અને તાલુકાની ખાનગી અને સરકારી શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ૧૪૧૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને તેમને પ્રોત્સાહન રૂપી ભેટ પણ આપવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત તપાસ સ્કવોડમાં રૂા. ૧૬,૧૦૦ અને વિવિધ કચેરીઓ દ્વારા કલમના ભંગ બદલ રૂા.૪૧,૪૦૦ રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. તમાકુ નિયંત્રણ માટે વિવિધ પ્રકારે પ્રકારે જનજાગૃતિ કરી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મારફતે ચોક્કસ વિસ્તારમાં શેરી નાટકો કરી તમાકુ નિષેધ માટે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. તમાકુમુક્ત શૈક્ષણિક સંકુલો અંગેના ઉપરાંત તમાકુથી થતાં નુકસાન અંગે શાળાના શિક્ષકો તથા આચાર્યોના સેનેટાઇઝેશન અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના સેનેટાઈઝરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Previous articleકોરોનાથી અવસાન પામેલ બોટાદના ત્રણ પોલીસ કર્મીના પરિવારોને આઈજીના હસ્તે સહાયના ચેક અપાયા
Next articleસર.ટી હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ યોજાઈ