મહુવામાં મેમણ ડે ની અનોખી ઉજવણી, બાળકોને ધાર્મિક શિક્ષણ માટે મદ્રાસો શરૂ કરાયો

667
bvn1342018-5.jpg

ગઈકાલે સમગ્ર વિશ્વ અને દેશમાં મેમણ ડે ઉજવાયો મુસ્લિમ મેમણ સમાજના ઉથ્થાન પ્રગતિ માટે છેલ્લા ઘણા વર્ષો થી આ દિવસ ઉજવવામાં આવે અને ઉજવણી કરાઈ છે ગઈકાલે દેશ અને વિદેશના વિવિધ શહેરો અને ગામોમાં મેમણ સમાજ દ્વારા વિવિધ સોશ્યલ પ્રવુતિ કરીને આ ખાસ દિવસની ઉજવણી કરી છે ત્યારે મહુવામાં અનોખી ઉજવણી થઈ છે સમાજના યુવાનો અને બાળકોને ધાર્મિક શિક્ષણ મળી રહે તે હેતુ થી મહુવા મેમણ સમાજ દ્વારા સંઘડિયા બજાર વિસ્તારમાં નુરાની નામનો મદ્રાસો ધાર્મિક શિક્ષણ હેતુસર શરૂ કરાયો છે અને જેમાં ગઈકાલ થી અનેક બાળકોએ પ્રવેશ મેળવીને હવે દરરોજ કાયમિક માટે ધાર્મિક શિક્ષણ મેળવશે ત્યારે આ કાર્ય  પાછળ મુસ્લિમ સમાજના અને ખાસ કરીને મેમણ સમાજના ભામાશા અને ઓછા શબ્દોમાં કહીએ તો અડધી રાતનો હોંકારો એવા હનીફભાઈ કેરિવાળા (પે) અને ઇકબાલભાઈ ભાગવાણીએ ભારે જહેમત ઉઠાવી છે અને સમાજના આગેવાન અગ્રણીઓ પણ સહકારમાં રહ્યા હતા.

Previous articleસિહોરમાં આખલાને હડકવો ઉપડ્યો અને જોયા જેવી થઈ
Next articleસિહોરમાં સફાઈ ઝુંબેશને ગ્રહણ અનેક સ્થળોએ કચરાના ઢગલા