તળાજાના ત્રાપજ ગામે બકરી ઈદ નિમિતે ઘાંચી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

443

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ અને યંગ કમિટીના સંયુક્ત ઉપક્રમે બકરી ઈદ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગરની સર-ટી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજના યુવક, યુવતીઓ તેમજ ત્રાપજ ગામના અન્ય સમાજના રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ અને યંગ કમિટીના સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી.તળાજા તાલુકાના ત્રાપજ ગામે સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ અને યંગ કમિટી દ્વારા જુમ્મા મસ્જિદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બકરી ઈદની ઉજવણી કરવા બહાર જતા હોય જે પણ છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીને કારણે કોઈ પણ તહેવારોની ઉજવણી પર પાબંદી લાગી ગઈ છે.

Previous articleભાવનગરના ૧૦ મેરીટોરીયસ અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ સેવાઓ માટે વ્યક્તિગત એવોર્ડ એનાયત કરાયા
Next articleમહુવાના કરમદીયા ગામે સિંહોના ટોળાઓ એક ખુંટીયાનું મારણ કર્યું, વાછરડાને ગંભીર ઈજા પહોંચાડી