નાયબ મુખ્યમંત્રીએ આંબેડકરની મૂર્તિને હાર પહેરાવ્યો, તો દલિતોએ શુદ્ધિકરણ કર્યું

688
gandhi15418-2.jpg

આજે ડો.ભીમરાવ બાબાસાહેબની ૧૨૩ જન્મ જયંતીની ઉજવણીને લઈ મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને બાબા આંબેડકરની મૂર્તિને ફૂલહાર કર્યા હતા. પરંતુ મહેસાણા દલિત સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરાયો હતો. બાબાસાહેબની ૧૨૭મી જન્મ જયંતીની ઉજવણી મહેસાણામાં પણ કરવામાં આવી હતી. 
મહેસાણાના ફુવારા સ્થિત આવેલી ડો. બાબાસાહેબની મૂર્તિને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ફૂલહાર કર્યા હતા. પરંતુ દલિત સમાજના લોકોમાં નીતિન પટેલને લઈ રોષ જોવા મળ્યો હતો. કારણ કે નીતિનભાઈ ભાજપનો ખેસ પહેરીને આવ્યા હતા. જેથી સમાજના આગેવાનો દ્વારા મૂર્તિને દૂધ અને પાણીથી ધોઈને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
મહેસાણાના ફુવારા ખાતે બાબા આંબેડકરની મૂર્તિ પર દરેક સમાજના લોકોએ ફૂલહાર કર્યા હતા. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મૂર્તિના ફૂલહાર કરવા પહોંચ્યા હતા. નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો બાબા આંબેડકર ચોકમાં એકઠા થયા હતા.

Previous article કલોલની વખારીયા સ્કુલમાં લીગલ લીટરસી કલબનો હાઈકોર્ટના જજ એમ. આર. શાહના હસ્તે પ્રારંભ
Next article ૧ર૭ મી જન્મજયંતિએ ૧ર૭ કિલોનો હાર ચડાવ્યો