મારી નજર હવે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર છેઃ સિંધુ

253

(જી.એન.એસ)ટોક્યો,તા.૨
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની નજર હવે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર છે. સિંધુએ કહ્યું, તેને માત્ર ૨ મેડલ પણ અટકવાનું નથી. તેમનું લક્ષ્ય આગામી ઓલિમ્પિકમાં ભારત માટે ત્રીજું મેડલ જીતવાનું પણ છે. સિંધુએ કહ્યું, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવો તે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા કરતાં વધુ મુશ્કેલ હતું.
સિંધુએ કહ્યું, મેડલ જીતીને હું ખૂબ ખુશ છું. મેં આ માટે સખત મહેનત કરી. મેચ બાદ મારી અંદર ઘણું બધું ચાલી રહ્યું હતું. હું વિચારટી હતી કે મારે બ્રોન્ઝ માટે ખુશ રહેવું જોઈએ કે મારે ફાઇનલમાં રમવાની તક ગુમાવવાનો દુખી થાઉં? પછી મેં મારા ઇમોશન્સ પર કંટ્રોલ રાખ્યો. મેચ માટે, મેં બધી જૂની વાતોને પાછળ છોડી દીધી હતી. તે મારી અને ચાઇનીઝ ખેલાડી ઝીયાઓ બિંગ માટે એક નવી રમત હતી અમે બંને છેલ્લી મેચ હાર્યા બાદ આવી રહ્યા હતા. સિંધુએ કહ્યું, મેં આ ક્ષણ માટે ઘણા વર્ષોથી સખત મહેનત કરી છે. હું ખરેખર ખુશ છું અને મને લાગે છે કે મેં સારું પર્ફોર્મન્સ કર્યું. મેડલ જીતવો દેશ માટે ગૌરવની ક્ષણ છે. મારા પરિવારે મારા માટે ઘણા બલિદાન આપ્યા. આ જીત મારા દેશની છે. તેણે મને ઘણો પ્રેમ આપ્યો છે. હું દરેકનો આભાર કરુ છું. સિંધુએ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ઝીયાઓ બિંગ હીને ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવી હતી. તેણે માત્ર ૫૨ મિનિટમાં મેચ જીતી લીધી. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનાર ભારતીય પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. એકંદરે, તે સુશીલ કુમાર પછી ભારતની બીજી એથલીટ છે. સિંધુએ અગાઉ ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલે ૨૦૦૮ ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બેડમિન્ટનમાં ઓલિમ્પિકમાં ભારતનો ઓવરઓલ આ ત્રીજો મેડલ હતો. સાઇના નેહવાલે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. સૌથી પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગની ૪૯ કિલો વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે બોક્સર લવલીના બોરગોહેને ૬૯ કિલો વેલ્ટરવેઇટ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચીને તેણે ભારત માટે મેડલની ખાતરી કરી છે.

Previous articleમલાઈકા આરોરાએ અર્જુન કપૂર માટે પાસ્તા બનાવ્યા
Next articleજ્ઞાનશકિત અંતર્ગત ગઢડા ખાતે કાર્યક્રમ યોજાયો