શરમજનક છે કે અમે પાંચમા દિવસની રમત પુરી ના કરી શક્યા

203

નોટિંગહામ,તા.૯
સતત વરસાદને કારણે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ જીતવાની તક ગુમાવી દીધી હતી. રવિવારે, નોટિંગહામમાં પાંચમા અને અંતિમ દિવસે, એક પણ બોલ નાખ્યા વગર દિવસની રમત રદ કરવામાં આવી હતી. જેના કારણે બંને ટીમોને પોઇન્ટ વહેંચવાની ફરજ પડી હતી. ભારતે છેલ્લા દિવસે જીતવા માટે વધુ ૧૫૭ રન બનાવવાના હતા, નવ વિકેટ બાકી હતી. પરંતુ દિવસભર વરસાદને કારણે એક પણ બોલ નાખી શકાયો ન હતો. અંતિમ દિવસ રદ થવા બાદ વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી હતી. જો અડધો દિવસ પણ રમત રમી શકાઇ હોત તો તે, ભારત માટે હકારાત્મક પરિણામ હોઈ શકત. પરંતુ વરસાદના કારણે ખેલાડીઓ મેદાનમાં જઈ શક્યા ન હતા. સવારે શરૂ થયેલો વરસાદ બપોરે પણ ચાલુ રહ્યો અને અંતે મેચ રદ કરવી પડી હતી. મેચ રદ્દ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી હતી. કારણ કે નોટિંગહામમાં સતત વરસાદે તેમની જીતવાની તક ગુમાવી હતી. વિરાટે કહ્યું, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની અપેક્ષા રાખતા હતા. પરંતુ તેણે પાંચમા દિવસે આવવાનું નક્કી કર્યું. રમવા અને જોવાની મજા આવી હોત, પરંતુ તે નિરાશાજનક રહ્યું. અમે માત્ર મજબૂત શરૂઆત કરવા માંગતા હતા, જે અમે કર્યું. પાંચમા દિવસે અમને ખબર હતી કે અમારી પાસે મોકો છે. અમને ચોક્કસપણે એમ લાગ્યું કે, અમે રમતમાં ટોપ પર છીએ. તે લીડ મેળવવી મહત્વની હતી. પરંતુ તે શરમજનક છે કે અમે પાંચમા દિવસની રમત પૂરી કરી શક્યા નહી. વિરાટે કહ્યું, અમારા ઇરાદા એ અમને આગળ રાખ્યા. અમારા બોલરો એ બેટથી પણ સારું કામ કર્યું. અમે ૪૦ રનની લીડની વાત કરી રહ્યા હતા, પરંતુ અમે ૯૫ રનની લીડ મેળવી હતી. આ રન સોનાની રજ સમાન હતા. સિરીઝ માટે અમારું ટેમ્પલેટ કદાચ આમ જ હોય. વિકેટ પર પરીસ્થિતિ અને ગતિને જોવાની જરૂર છે. ઈંગ્લેન્ડ અને ભારત હંમેશા બ્લોકબસ્ટર રહ્યા છે અને હવે અમે આગામી ટેસ્ટની રાહ જોઈ રહ્યા છીએ. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવું હતું કે, તેમની ટીમને પણ તક મળી છે. વાતાવરણે વિક્ષેપ સર્જ્‌યો નહીં, તો એક ખૂબ જ રસપ્રદ અંતિમ દિવસ હોત. રમવા અને જોવા માટે એક મહાન ટેસ્ટ મેચ સાબિત થઈ હોત. આશા છે કે અમે તેને આગામી મેચોમાં લઈ જઈ શકીશું. અમે ચોક્કસપણે માનતા હતા કે અમે જીતી શકીશું. અમે જાણતા હતા કે જો આપણે કેચ પકડી લઈએ અને પોતાના એરિયાને મજબૂત રાખીએતો અમારી પાસે તકો હતી. પરંતુ તે નિરાશાજનક છે કે તે આ રીતે મેચ સમાપ્ત થઇ હતી.

Previous articleઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, બંને ટીમોને ૪-૪ પોઈન્ટ
Next articleકોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએઃ નિરજ ચોપરા