ભાવનગર શહેર અને જિલ્લામાં શિવ મંદિરો ખાતે કુંવારી કન્યાઓનું ફૂલકાજલી વ્રતની પૂજા-અર્ચના કરાઈ

151

નાની બાળાઓ અને યુવતિઓ સારો વર મેળવવા માટે આ વ્રત કરે છે
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા શિવ મંદિરો ખાતે શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. આનંદનગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે વ્રતધારી કન્યાઓએ પૂજા-અર્ચના કરી હતી.
વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. નાની બાળાઓ અને યુવતિઓ સારો વર મેળવવા માટે આ વ્રત કરે છે. શહેરમાં આવેલા સુભાષનગર, આનંદનગર, કુંભારવાડા, કારચલિયા પરા, વિદ્યાનગર સહિતના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સુંઘીને ફળાહાર કરવોનો હોય છે. સોમનાથ મહાદેવ મંદિરના પુજારી શૈલેષબાપુએ જણાવ્યું હતું કે, આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવોનો હોય છે, ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય, આખીરાત્રે જાગરણ કરે છે, દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવથી આ વ્રત કરનાર કુંવારી કન્યાઓ ને વ્રત કરી ભાવિ પતિ સારો મળે તેની કામના કરે છે.

Previous articleબોટાદ જિલ્લા પોલીસના જવાનોને મલ્ટી વિટામીન મોકટેલ ટેબલેટનો એક મહિનાનો જથ્થો અપાયો
Next articleતળાજાની શેત્રુજી નદીના કાંઠેથી વન વિભાગે ટ્રેપ ગોઠવી દીપડાને પકડી લીધો