શહેરની બજારોમાં રક્ષાબંધન પર્વને લઇ રાખડી ખરીદી ફીક્કી, દુકાનો-લારીઓ પર બહેનોનો નહિવત ઘસારો

161

રૂ. ૫થી લઈ ૧૦૦ સુધીની અવનવી રાખડીઓનું બજારમાં વેચાણ થઈ રહ્યું છેબાળકો માટે છોટાભીમ, સ્પાઈડરમેન, લાઈટ અને મ્યુઝિકવાળી રાખડીઓ
આગામી રવિવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વના એટલે રક્ષાબંધનને લઈ બહેનો દ્વારા બજારોમાં રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી, રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે, હાલ બજારમાં ખરીદીની ફક્કી જોવા મળી રહી છે. રક્ષાબંધનને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની મુખ્ય બજારોમાં રક્ષાબંધન પર્વ માટેની રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા દુકાનો-લારીઓમાં નહિવત ઘસારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ બજારોમાં બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા માટે રાખડીયો લેવા માટે રાખડીઓની દુકાનો-લારીઓમાં ભીડ જોવા મળશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે.આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં ભાઈ-ભાભી, ડાયમંડવાળી રાખડી, સાદી રાખડીઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ, સુખડ, ચાંદીની રાખડી તેમજ ફોટા વાળી રાખડીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો બાળકો માટે છોટાભીમ, સ્પાઈડરમેન, ડોરીમેન, લિટ્‌લ ક્રિષ્ણા, માયફ્રેન્ડ ગણેશા, લાઈટ અને મ્યુઝિકવાળી સહિતની રાખડીઓની પણ બજારમાં સારી માંગ છે. હાલ બજારમાં રૂ.૫થી માંડી રૂ.૧૦૦ સુધીની કિંમત સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ હોવાનું રાખડીઓના વેપારી જણાવ્યું હતું.

Previous articleભાવનગરથી દિલ્હી,સુરત અને મુંબઈને જોડતી વિમાની સેવાનો પ્રારંભ
Next articleભાવનગરમાં આજથી ત્રણ સપ્તાહ સુધી કૉંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરશે