પાલીતાણા ખાતે ત્રિસ્તુતિક સંઘ સમુદાયનો દિક્ષા મહોત્સવ યોજાયો

719
bvn23418-8.jpg

તિર્થનગરી પાલીતાણાના યતિન્દ્રભુવન આંગણે ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂણ્ય સમ્રાટ વિજય જયંતસેનસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વિજય નિત્યસેનસુરીશ્વરજી મ.સા. તેમજ જયરત્નસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં આત્મોદ્વારના નામે સામુહિક દિક્ષા મહોત્સવ યોજાયો. આ દિક્ષા મહોત્સવમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના ૧૦ મુમુક્ષો રત્નોએ સંસારનો ત્યાગ કર્યો. સંયમ જીવન ગ્રહણ કર્યુ. દિક્ષા મહોત્સવને લઈને ભારતભરના ત્રિસ્તુતિક સમાજ દ્વારા પાલીતાણા તિર્થના આંગણે જયંતગીરી દિક્ષા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવને લઈ ભારતભરમાંથી ૧૦ હજારથી વધુ ગુરૂભક્તો ઉપસ્થિત રહ્યા. દિક્ષા દિવસની પૂર્વ વર્ષિદાન યાત્રા નિકળી. ઉલ્લેખિનય છે કે ૧૦-૧૦ મુમુક્ષોરત્નોએ એક સ્થાન પર બેસીને દરેક સમાજના લોકો સ્વસન્માન આપ્યુ. આવું સન્માન અનુમોદનનું કારણ બન્યું. બેસીને વર્ષિદાનની પરંપરા પૂણ્ય સમ્રાટ ગુરૂદેવ જયન્તસેન સુરીશ્વરજી મ.સા.એ ૧૯૯૮માંથી પ્રારંભ કર્યો હતો. ખરેખર આ પ્રણાલીકાને જૈન સમાજના દરેક સમુદાયએ અપનાવી જોઈએ. આ દિક્ષા મહોત્સવમાં નિશ્રા પ્રધાન દાતા પ.પૂ.ગ. નિત્યસેન સુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. જયરત્નસુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. જયરત્નસુરીશ્વરજી મ.સા. તેમજ પાલીતાણામાં બિરાજમાન અનેક ગુરૂ ભગવંતોની ઉપસ્થિતિ તેમજ ૩૦૦થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article રાજકોટ ખાતે બારોટ સમાજના પ્રતિષ્ઠીતોનું સન્માન કરાયું
Next article પડતર પ્રશ્ને ઉચૈયાના ગ્રામજનો દ્વારા રેલ રોકો આંદોલન