માનવસેવા સમિતિ દ્વારા યોજાયેલ નેત્રમણિ કેમ્પનો ૩૦૦ લોકોએ લાભ લીધો

165

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં માનવસેવા સમિતિ દ્વારા ઐતિહાસિક મેગા નેત્રમણિ કેમ્પ યોજવામાં આવ્યો.ઘણા લાંબા સમય બાદ રાણપુર શહેરમાં નેત્રમણિ કેમ્પનું આયોજન થયુ હોય જેના લીધે લોકો મોટી સંખ્યામાં નેત્રમણિ કેમ્પમાં લાભ લેવા ઉમટી પડ્યા હતા. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી રાણપુર માનવ સેવા સમિતિ દ્રારા યોજવામાં આવેલ વિનામુલ્યે નેત્રમણિ કેમ્પ નો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલો કેમ્પ બપોરે ૧ વાગ્યા સુધી ચાલ્યો હતો.જેમાં ૩૨૦ કરતા વધારે આંખના દર્દીઓની વિનામુલ્યે ચકાસણી કરવામાં આવી હતી અને જેમાંથી જરૂરીયાતમંદ ૫૯ દર્દીઓને વિનામુલ્યે મોતિયાના ઓપેરશન કરવામાં આવશે.ઓપરેશન વાળા દર્દીઓ સહીત સાથે આવેલ તમામ દર્દીઓના સગાઓ માટે માનવ સેવા સમિતિ દ્રારા જમવાની વ્યવસ્થા સાથે રાણપુર થી રાજકોટ રણછોડદાસ ચેરીટેબલ આંખની હોસ્પિટલ સુધી તમામ દર્દીઓ લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.રાજકોટ ખાતે તમામ દર્દીઓને વિનામુલ્યે અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.અને ઓપરેશન બાદ તમામ દર્દીઓને પરત રાણપુર મુકવાની વ્યવસ્થા સાથે આ ભવ્ય મેગા વિનામુલ્યે નેત્રમણિ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જે રાણપુરમાં અત્યાર સુધી ના રેકોડ બ્રેક કેસો અને ચકાસણી કરવામાં આવી હતી.આ કેમ્પમાં મુસ્લિમ સમાજના પ્રમખ બાપાલાલ પરમાર,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા, પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી, જીગરભાઈ ગાંજા, દેવરાજભાઈ રબારી, ડો.ધારાબેન ત્રિવેદી, ડો.અલ્તાફભાઈ મોદન, ડો.પુજારા, રાજુભાઈ ઘાઘરેટીયા, સુરેશભાઈ પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.જ્યારે આ કેમ્પ ને સફળ બનાવવા માટે માનવસેવા સમિતિના સભ્યો પરવેઝ કોઠારીયા,રફીક માંકડ ,આદિલ ખલાની ,ફુરકાન ભાસ, સરફરાઝ વડિયા ,અકીલ પાધરશી ,મુનાભાઈ માંકડ,યાસીન વાડિયા તેમજ અન્ય સભ્યો જેવા કે વસીમ ભાસ, સિકન્દરભાઈ ગાંજા ,અક્રમ જાંગડ ,મુસ્તાક કોઠારીયા, તૌસીફ વહોર્યા, હારીશ કોઠારીયા સહિતના યુવાનોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં નારી ગામમાં ડ્રેનેજ લાઈનો ઠેર-ઠેર તૂટતા લોકોની હાડમારી વધી
Next articleકોરોનાની ત્રીજી લહેર ન આવે અને વિશ્વ શાંતિ માટે રામધુન કાર્યક્રમ યોજાયો