શહેરના આખલોલ જકાતનાકા ખાતે આવેલ ભવનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું

137

ચિત્રા ખાતે ભવનાથ મહાદેવ આવેલું છે શ્રાવણ માસના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટયું હતું ,વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આજે અનેક વર્ષો પછી આવા સંયોગ જોવા મળે છે સોમવતી અમાસ અને શ્રાવણિયો સોમવાર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા મહાદેવના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે સાથે સોમવતી અમાસ પણ છે હજારો વર્ષો બાદ આવા સંયોગ જોવા મળે છે આજના દિવસે દર્શન કરવાથી તમામ દુઃખ દૂર થાય છે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થયો હતો અને મહિનાનો છેલ્લો દિવસ પણ સોમવારે જોવાનો અનેરો સંયોગ છે.
આ વર્ષ ભક્તો ને પાંચ સોમવાર કરવાનો અનેરો લાભ મળ્યો છે આજે અમાસ ના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ શ્રાદ્ધ કર્મ ભૂખ્યાં અને દાન પૂર્ણ કરવાનું મહત્વ છે અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે મંત્રજાપ અને વ્રત કરવાની પરંપરા છે અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ ચઢાવવામાં આવે છે

Previous articleનિષ્કલંકનાં દરિયામાં મર્યાદિત લોકોએ પવિત્ર સ્નાન કર્યુ
Next articleપાલિતાણાના રાજસ્થળી ગામે નિદ્રાધીન યુવાનની હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર