જીતુભાઈ વાઘાણી, આર.સી. મકવાણાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા કાર્યાલયે ખાતે આતશબાજી કાર્યક્રમ યોજાયો

445

જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે કોર્પોરેટરો, કાર્યકરો સહિતે ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરી : બન્ને ધારાસભ્યોના પરીવારમાં ખુશીનો માહોલ : મેયર, : મહુવામાં પણ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને રાજ્યના નવા શિક્ષણ મંત્રી બનાવવામા આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે કરવામા આવેલી રચનામાં જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. વાઘાણીને શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ કરાતા પરિવારજનો અને શહેર જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જીતુ વાઘાણી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે નાનપણથી સંકળાયેલા નેતા છે અને ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી એટલે કે ચાર વર્ષ સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે રહી સ્થાનિક સ્વરાજયથી લઇ ૨૦૧૯ માં ગુજરાતની તમામ લોકસભા સીતો જીતાડવા સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી ચુક્યા છે.

જીતુ વાઘાણીએ કોલેજ કાળમાં એબીવીપીના સક્રિય કાર્યકર તરીકે ખૂબ મોટી ભૂમિકા નિભાવી હતી તેને લઈ ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ ૧૯૯૦-૯૧ ની સાલમાં ભાવનગર શહેર યુવા મોર્ચોના સહમંત્રી તરીકે, ૧૯૯૨ થી ૧૯૯૭માં યુનિવર્સિટી ના સેનેટ સભ્ય તરીકે, ૧૯૯૩ થી ૧૯૯૭ માં ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચોના પ્રમુખ તરીકે, ૧૯૯૫ થી ૨૦૦૦ ની સાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય તરીકે, ૧૯૯૮ થી ૨૦૦૧ ની સાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ડાયરેક્ટર તરીકે, ૧૯૯૯ થી ૨૦૦૧ માં ભાવનગર શહેર ભાજપ મહામંત્રી તરીકે, ૨૦૦૩ થી ૨૦૦૯ ની સાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચો, ૨૦૦૯ થી ૨૦૧૨ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રેદશ મંત્રી તરીકે, અને ત્યારબાદ ૨૦૧૨ થી વિધાનસભામાં ભાવનગર શહેરના પશ્ચિમ ધારાસભ્ય તરીકે હાલ પણ શરૂ… અને ૨૦૧૬ થી ૨૦૨૦ ચાર વર્ષ સુધી તેઓ એ ગુજરાત ભાજપ ના અધ્યક્ષ તરીકે કમાન સંભાળી હતી.જીતુભાઇને રાજકારણમાં ૩૭ વર્ષની વયે ધારાસભ્યની ચૂંટણીમાં લડ્યા હતા, અને ૨૦૧૨માં પશ્ચિમ ધારાસભ્યની બેઠક પરથી લડી ને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતો સાથે જીત્યા હતા, આમ, રાજકીય સાથે સામાજિક જવાબદારીઓ પણ ખુજ જ સારી રીતે નિભાવે છે છેલ્લા સાત વર્ષથી મકરસંક્રાંતિના પર્વ પર સરકારી શાળાના ૧.૨૫ લાખ બાળકો ને દરવર્ષે પતંગોનું વિતરણ કરે છે, છેલ્લા ૭ વર્ષથી દશેરાના પર્વ પર ૨ લાખ થી વધુ લોકો માટે રાવણ દહન નું આયોજન કરે છે, અને ખાસ તો પોતાના જન્મ દિવસ નિમિત્તે એ હંમેશા વૃદ્ધાશ્રમમાં જઈ ને વડીલોના આશીર્વાદ સાથે તેના જન્મદિવસની ઉજવણી કરે છે, જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, તબીબી સારવાર નિદાન કેમ્પ, વિનામૂલ્યે ઓપરેશન કેમ્પ, પુસ્તક મેળાનું આયોજન સહિત કાર્યક્રમો કરે છે.આ ઉપરાંત જીતુભાઈ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતા શહેર ભાજપમાં હરખની હૈલી છવાઈ હતી અને જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે તમામ વોર્ડના કોર્પોરેટરો, શિક્ષણ સમિતીના ચેરમેન સહિત સભ્યો અને કાર્યકરો એકઠા થયા હતા અને આતશબાજી કરી ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા.

Previous articleસેન્સેક્સમાં ૪૭૬ પોઈન્ટનો ઊછાળો, નિફ્ટી રેકોર્ડ સ્તરે
Next articleડો.દીપલ જોષીએ કોરોનામાં સગર્ભા હોવાં છતાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી