બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરાઈ

281

દર વર્ષની માફક ભાદરવા સુદ દશમની રણુજાના રાજા રામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લાભરમા હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેર ખેડુતવાસ વિસ્તારમાં આવેલ બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા રાત્રે 12 કલાકે રામદેવપીરના જન્મ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી.
ભાદરવી દશમના દિવસે ભગવાન રામદેવપીર બાપાનો જન્મદિવસની ભાવનગર શહેરમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. શહેરના કુંભારવાડા, કારચલિયા પરા, આનંદનગર, ચિત્રા, ફુલસર, અધેવાડા, સુભાષનગર સહિતના વિસ્તારોમાં રામદેવપીર બાપાના મંદિર ખાતે સાડા ત્રણ દિવસ માટે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

રામદેવપીર બાપા જન્મોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે ભવ્ય નેજા યાત્રા નીકળી હતી, જેમાં રામદેવપીર બાપાના જન્મોત્સવના પ્રારંભ સાથે જ ઢોલ નગારા અને ડીજે સાથે રામદેપીરબાપાના મંદિરો ખાતેથી ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવી હતી. બીજા દિવસે રામદેવપીર બાપાનું આખ્યાન અને ડેગ દર્શન તેમજ ત્રીજા દિવસે મહાઆરતી મહાપ્રસાદ અને છેલ્લા દિવસે જ્યોત વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શહેરનાં સરદારનગર કુંભારવાડા નારીરોડ, ખેડુતવાસ, ચિત્રા, કરચલીયા પરા સહિતનાં વિસ્તારોમાં આવેલા રામદેવપીરનાં મંદિરે સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો ઉજવવામાં આવે છે, આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે જેના વિવિધ વિસ્તારોમાં ભાવિકો દ્વારા રામાપીરનાં નેજા સાથે ભવ્ય શોભાયાત્રાઓ, રામદેવપીરજી ના આખ્યાનો, રામદેવપીર જન્મોત્સવ વગેરે કાર્યક્રમોનું વિવિધ મંડળો દ્વારા આયોજન કરવામાં આવે છે, વર્ષોથી પરંપરગત રીતે રામદેવપીર બાપાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ભાવનગર ખાતે યોજાતા રામદેવપીર બાપાના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં તમામ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બે વર્ષની કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા આ વર્ષે મંજૂરી આપવામાં આવતા કોરોનાના ગાઈડલાઈન અનુસાર શહેરમાં અનેક વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleસૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ અઠવાડિયામાં પાંચમીવાર છલકાયો,
Next articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે “ગરીબોની બેલી” નો કાર્યક્રમ યોજાયો, કેબિનેટ પૂર્ણેશ મોદી હાજર રહ્યા