પરમાણુ વિજળી યોજના જાગૃતિ મહોત્સવનું સમાપન

1033
bvn2842018-6.jpg

મીઠીવિરડી ૬૬૦૦ મેગા વોટ પરમાણુ વિજળી યોજના જાગૃતિ મહા મહોત્સવનું શહેરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં પરમાણુ શક્તિમાં જનજાગૃતિનું મહા અભિયાન છેડનારી નોખી માટીની માનવી અને છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરમાં તથા જિલ્લામાં લોકોને પરમાણુ શક્તિની સાચી મહતત્તા તથા નરી વાસ્તવિક્તા સુધી દોરી જનારી તથા રાષ્ટ્રની પરમાણુ સહેલીનું બિરૂદ પ્રદાન કરેલી એવી નિલમ ગોયલ દ્વારા ઘોઘા તાલુકાના મીઠી વિરડી ખાતે ૬૬૦૦ મેગા વોટ પરમાણુ વિજળી ઘર કાર્યરત થાય તેવા સક્રિય પ્રયત્ન કરી રહેલ નિલમ ગોયલે ૪ દિવસીય મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરનો પ્રત્યેક નાગરિક પરમાણુ સંબંધી બાબતોથી ખરી રીતે વાકેફ થાય તે મુખ્ય હેતુ વિજળી યોજના જાગૃતિ મહામહોત્સવનો રહ્યો હતો.
આ મહા મહોત્સવનું શહેરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે સમાપન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, આઈ.જી. અમિતકુમાર વિશ્વકર્મા, ડો.સુભાષ શરણ, એનસીસી ડાયરેક્ટર, ડીડીઓ વરૂણકુમાર બરનવાલ, મેડીકલ કોલેજ ડીન સી.બી. ત્રિપાઠી, સંસ્કાર ભારતીના નિતીન દવે, ડો.આશિષ અગ્રવાલ, સ્વપ્નેશ મલ્હોત્રા તથા વિદ્યાર્થી ગણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા સાથે નિલમ ગોયલે જણાવ્યું કે, ભાવનગરની જનતા જિજ્ઞાસુ છે. પારદર્શી વાત જણાવો તો સ્વીકારવા તત્પર થાય છે. આ ઉપરાંત પરમાણુ વિજળી ઘરની અગત્યતા પર વક્તવ્ય આપ્યું હતું.

Previous articleવકીલો દ્વારા છાશનું વિતરણ
Next articleભાવનગર નાગરિક બેંકની અદ્યતન સુવિધા સાથેની હેડ ઓફિસનું આવતીકાલે ઉદ્દઘાટન