ધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ

287

મેલેરીયા શાખા જિલ્લા પંચાયત અમદાવાદ અને તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા દ્વારા ૨૫મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે ધંધુકા અને ધોલેરા તાલુકાના આરોગ્ય અધિકારી અને કર્મચારી દ્વારા લોકોમાં મેલેરીયાના રોગની લોકજાગૃતિ કેળવાય તે હેતુસર રેલી અને સેમિનારનું ્‌આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ અધિકારી ડા.દિનેશ પટેલે જણાવ્યું હતું કે ધંધુકા અને ધોલેરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા જુન મહિનાને મેલેરીયા વિરોધી મહિના તરીકે અને જુલાઇ મહિનાને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવશે. કોઇપણ તાવ મેલેરીયાનો હોઇ શકે છે. આથી જો કોઇ વ્યક્તિને ઉલ્ટી, ઉબકા, માથામાં દુઃખાવો થાય. શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ જેવા કોઇપણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇ નિઃશુલ્ક લોહીની તપાસ અને સારવાર કરાવવી જોઇએ. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવે છે અને વધુમાં મેેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો ઢાંકીને રાખવા પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે, અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવી, ઘરની આસપાસ પાણી ન ભરાવવા દેવું જેની સમજણ લોકોમાં કેળવાય તે ઇચ્છનીય છે. આ રેલી અને સેમીનારમાં તાલુકા હેલ્થ અધિકારી ડા.દિનેશ પટેલ, મે.ઓ.ડા.રીયાઝ ઝુલાયા, ડા.સીરાજ દેસાઇ, ડા.યોગેન્દ્ર રાઠોડ, ડા.મહીપાલ બારડ, ડા.શૈલેષ ચાવડા, ડા.સચી પટેલ તથા તાલુકાના તમામ હેલ્થ સુપરવાઇઝર આરોગ્યના વિવિધ કર્મચારીઓ જોડાયા હતા.

Previous articleરાજુલા ખાતે ગાયત્રી શક્તિપીઠનો ૩૬મો પાટોત્સવ ભવ્યતાથી સંપન્ન
Next articleમધુવન ગામે ઘેલાદાદાનાં મંદિરે સન્માન સમારોહ – યજ્ઞનું આયોજન