પાલિતાણા ખાતે ગેસ એજન્સી દ્વારા ડીઝીટલ પેમેન્ટ ડ્રો યોજાયો

587

પાલિતાણા ખાતે સદગુરૂ ઈન્ડેન ગેસ એજન્સી તરફથી માસ દરમ્યાન ઓનલાઈન પેમેન્ટ કરેલ ગ્રહોને દર માસના પહેલા રવિવારે ઈનામી ડ્રો યોજવામાં આવેલ છે. આ ત્રીજા ડ્રો દરમ્યાન પહેલુ ઈનામ જીવરાજભાઈ કાનાભાઈ બોરીચા, બીજુ ઈનામ રામજીભાઈ વીરાભાઈ સાગઠીયા, ત્રીજુ ઈનામ વસંતગીરી કાંતીગીરી ગોસાઈને ફાળવવામાં આવેલ હતાં. આ પ્રસંગે ઓનલાઈન પેમેન્ટ કરેલ ગ્રહો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમજ આ કાર્યક્રમમાં પાલિતાણાના અગ્રગણ્ય વકીલ વિનુભાઈ પટેલ, લવજીભાઈ પટેલ, એસ.બી.આઈ બેંકના રામભાઈ હરીયાણી તથા પાલિતાણાના અગ્રણી એકા.ન્ટન્ટ મુન્નાભાઈની હાજરીમાં આ ત્રીજો ડ્રો યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાનની ડીઝીટલ ઈન્ડિયા – ઓનલાઈન પેમેન્ટ અને કેશલેશ યોજનાને ખુબ જ સારો પ્રતિભાવ મળે છે. એડવોકેટ વિનુભાઈ પટેલે પોતાના પ્રવચનમાં દ્રષ્ટાંત આપીને સમજાવે તેમજ ઓનલાઈન પેમેન્ટ કરતા એવા ગ્રાહક અમીતભાઈ રાઠોઠે પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે આ પેમેન્ટ પ્રથમ થોડી વિગત ભરવી પડે છે ત્યારબાદ ખુબ જ સરળતાથી ઉપયોગ કરી શકીએ છે. અંતે સદગુરૂ ઈન્ડેન ગેસ એજન્સી તરફથી દીપકભાઈ ગોહલે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Previous articleપેથાપુર-મહુડી માર્ગ પર ફતેપુરાથી દેશી બંદુક સહિત ડફેર પકડાયો
Next articleધુફ્રણીયા ગામે જટીલ જમીન ફાળવણી મુદ્દે સાંસદે કર્યો હસ્તાક્ષેપ