બગદાણા ખાતે ફૂડ પ્રોસેસિંગના તાલીમ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો

286

એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના સંયુકત ઉપક્રમે ભાવનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારની બહેનો માટે તા. ર૦-૯-ર૦૧૯ થી ૧૦ દિવસ માટે ફ્રુડ પ્રોસેસિંગ તાલીમ વર્ગનું નિઃશુલ્ક આયોજન બગદાણં ખાતે કરવામાં આવેલ. જે દ્વારા બહેનોને સ્વરોજગારી અંગેના ઉમદા વિચારો તથા તાલીમ પુરી પાડેલ. તાલીમ પુર્ણ થયા બાદ તાલીમાર્થી બહેનોને માટે પ્રમાણપત્ર વિતરણનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત એવા બગદાણા ગામના ઉપસરપંચ વિષ્ણુભાઈ ભાલીયા, કલસ્ટર કોડીનેટર હંસાબેન તથા એસીબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ભાવનગરના ફેકલ્ટી નિલ્શભાઈ બરોલીયા તેમજ ઓફીસ આસીસ્ટન ઋષીભાઈ ભટ્ટ આ સર્વેના વરદ હસ્તે હાજર રહેલ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ તેમજ બહેનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

Previous article04/10/2019
Next articleજવાહર મેદાન ખાતે પમીએ માવતરના ગરબા યોજાશે